આજથી શરૂ થતા “હર ઘર તિરંગા” અભિયાનમાં તાપી જિલ્લાના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ તાપી જિલ્લો તિરંગાના રંગે રંગાયો છે તો બીજી તરફ ઠેર ઠેર નાગરિકો રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. જેના કારણે આજે તાપી જિલ્લો કોઇ પણ ભેદભાવ રહિત ફક્ત એક ભારતિય બનીને દેશની આઝાદીના અમૃત વર્ષને માણી રહ્યું છે.
તાપી જિલ્લામાં આજે દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, જે.બી એન્ડ એસ.એ, કે.કે.કદમ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્ય અને જિલ્લાના નાગરિકો મળી આશરે 2 હજારથી વધુ લોકો જોડાયા હતા.આ યાત્રામાં ભારત માતાના જયઘોષથી પંથક ગુંજી ઉઠયું છે. સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500