સોનગઢના ઐતિહાસિક કિલ્લા પર આવેલા મહાકાળી માતાના મંદિરે દશેરાના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજરોજ વહેલી સવારથી જ ભક્તો કિલ્લા પર માં અંબા અને મહાકાળી મંદિરે પહોંચી ગયા હતાં.આ મેળાને માણવા સ્થાનિક આદિવાસી ભાઈ-બહેનો સહીત દૂર દૂરથી લોકો આવ્યા હતા. કિલ્લા પર ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત લોકોએ ગરબા રમી આનંદ સાથે મેળામાં ઘૂમતા નજરે પડયા હતા.
ગરબા રૂપી માટલીઓ પણ માં અંબાના ચરણોમાં અર્પણ કરવામા આવી
સોનગઢ કિલ્લા ની ઉપર ભરાયેલ આ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં અને કિલ્લાની તળેટીમાં પણ વિવિધ ચીજવસ્તુઓનાં સ્ટોલ જોવા મળ્યા હતાં. શ્રદ્ધાળુ માઇભક્તો દ્વારા નવરાત્રી નિમિતે ઘરે અને મંડળોમાં સ્થાપના કરવામાં આવેલ ગરબા રૂપી માટલીઓ પણ માં અંબાના ચરણોમાં અર્પણ કરવામા આવી હતી. દશેરાને ધ્યાનમાં લઇ કિલ્લા પર આવેલ મંદિર નજીક ગરબાનું પણ મોટે પાયે આયોજન થયુ હતુ.
૨૦ મહિલા પોલીસ સહિત કુલ-૧૧૭ જેટલા પોલીસજવાનો ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં નજરે પડ્યા
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાપી પોલીસ દ્વારા ૧-પીઆઈ, ૨-પીએસઆઈ, ૩૧-હેડ કોન્સ્ટેબલ-એએસઆઈ, ૩૧-હોમગાર્ડ, ૫-જીઆરડી, ૨૭-ટીઆરબી તેમજ ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે ૨૦ મહિલા પોલીસ સહિત કુલ-૧૧૭ જેટલા પોલીસજવાનો ખડેપગે ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં નજરે પડ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500