Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે “વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે ભવ્ય સાયકલોથોન યોજાઇ

  • June 04, 2022 

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે અંગદાન મહાદાન જનજાગૃતિ માટે મંતવ્ય ન્યૂઝ મંતવ્ય ફાઉન્ડેશન દ્વારા ૩જી જૂને“ વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે સાયકલોથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તાપી જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા વિકાસ અધિકારી, વ્યારા નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ વ્યારાના મિશન નાકેથી વહેલી સવારે લીલીઝંડી આપી સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.




ગુજરાત રાજ્યમાં ૩જી જૂન “વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે. જે અન્વ્યે તાપી જિલ્લામાં મંતવ્ય ન્યૂઝ અને મંત્રી ફાઉન્ડેશન દ્વારા સમગ્ર અંગ દાન મહાદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા ૫૦૦થી વધુ સાયકલિસ્ટઓ અને આગેવાનો જોડાઇને સામાજિક જનજાગૃતિના અભિયાનને સફળ બનાવ્યું હતું. વ્યારા શહેરના મિશન નાકેથી સાયકલ યાત્રા પ્રસ્થાન કરી તળાવ રોડ, માલીવાડ અને જનક હોસ્પિટલ થઈ સયાજી ગ્રાઉન્ડ ખાતે પુર્ણાહૂતિ કરવામાં આવી હતી.




આ પ્રસંગે તાપી જિલ્લા કલેક્ટર એચ.કે વઢવાણીયા સહિત દેશની 100 શક્તિશાળી મહિલાઓમાં સ્થાન પામી આદિવાસી સમાજનું ગૌરવ વધારનાર આરતીબેન ભીલ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વીરતીબેન શાહ એ લોકોને સાયકલ રેલીમાં ઉત્સાહભેર ભાગ લઇ અંગદાન મહાદાન અંગે લોકોને જાગૃત કર્યા હતા. કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ડોક્ટરો અને વિવિધ વર્ગના આગેવાનોએ જિલ્લાના સાયકલીસ્ટો સહિત જાહેર જનતાએ સાયકલ ચલાવી રેલીમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં નિકળેલી સાયકલ યાત્રાનું લોકોએ ઠેર-ઠેર સ્વાગત કર્યું હતું. આ યાત્રા સમગ્ર નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application