Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનાં ડોલવણ તાલુકામાં ખેલૈયાઓ માટે થશે ભવ્ય નવરાત્રિનું આયોજન

  • October 12, 2023 

તાપી જિલ્લાનાં ડોલવણ તાલુકાનાં ડોલવણ ગામમાં સરકારી દવાખાનાની બાજુમાં જય અંબે ગૃપ ડોલવણ દ્વારા છેલ્લા 3 વર્ષથી ની:શુલ્ક પણે ભવ્યથી અતિભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ ૧૫મી ઓક્ટોબરના દિવસે શરૂ થનાર ‘માં જગદંબા’ના પવિત્ર અવસરની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. આ નવરાત્રી મહોત્સવમાં ડોલવણ તેમજ આસપાસના ૩૦થી ૩૫ કેટલા ગામોના લોકો ઉત્સાહપુર્વક ભાગ લે છે. માતાજીનાં ગરબે ઘુમવા રોજ હજારો ભક્તો ભક્તિભાવ પુર્વક જોડાય છે. નવરાત્રીના આ ભવ્ય આયોજનમાં ભક્તોને કોઈ પણ પ્રકારના પાસ કે ફી વગર ની:શુલ્ક એન્ટ્રી મળે છે. સમગ્ર ડોલવણ વિસ્તારના આ પ્રકારના આયોજનથી લોકોમાં ભક્તિમય, ઉત્સાહ અને આનંદનો માહોલ ઊભો થયો છે. અને સર્વે ભક્તોને આ પર્વમાં ઉત્સાહ પુર્વક ભાગ લેવા માટે જય અંબે ગૃપ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામા આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application