એક તરફ સુરતમાં નકલી મસાલાનો વેપાર ઝડપાયો હતો. આ વચ્ચે રાજકોટમાં નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતો. જે પછી હવે મહેસાણા વિજાપુરમાં ફૂડ અને ડ્રગ વિભાગના દરોડા દરમિયાન મરચામાં કલર ભેળસેળ કરી બનાવતા ગોડાઉન ઝડપાયું છે.ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મરચામાં ભેળસેળ કરતા રંગે હાથ ઝડપ્યા છે. દરોડા માટે પહોંચેલી ટીમે મરચાનો ભૂકો, આખું મરચું, લાલ કલર વગેરે મળી આવ્યું છે. જેમાં 3858 કિલો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત આશરે રૂ. 10,44,858 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે
મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે મુકેશભાઈ મહેશ્વરી નામના માલિકના ગોડાઉન પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રંગે હાથે કલર અને મરાચાના પાઉડરમાં ભેળસેળ કરવામાં આવી રહી હતી. જેમાં બે કિલો જેટલો કલર પણ ઝડપાયો છે. આ પછી ફૂડ વિભાગ દ્વારા સેમ્પલો લેવાની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે. અગાઉ નડિયાદના મેઈન રોડ વિસ્તારમાંથી નકલી હળદર બનાવતી ફેકટરી ઝડપાઈ હતી. જ્યાં પોલીસે બાતમીના અધારે ફેકટરીમાં દરોડા પાડી બે આરોપીઓની ધરપકડ કરી હતી અને 1 કરોડથી વધુનો મુદ્દામાંલ કબ્જો કર્યો હતો. જેમાં જપ્ત કરેલા નકલી હળદરના સેમ્પલ FSL ખાતે મોકલવામાં આવ્યા હતા અને ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી સમ્રગ જથ્થો સીઝ કર્યો હતો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500