Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શ્રદ્ધા કપૂર જેવી દેખાતી છોકરી રાતોરાત ફેમસ

  • April 15, 2024 

ઘણીવાર આપણને એવું કહેવામાં આવે છે કે, આ દુનિયામાં આપણા જેવા દેખાવના 7 વ્યક્તિઓ હોય છે, પરંતુ કેટલાકને આ વાતનો વિશ્વાસ હોતો નથી. જયારે ઘણીવાર તો એવું પણ બને છે કે,  આવી કોઈ આપની દેખાવ વાળી હમશકલ વ્યક્તિ મળે છે, આપણે જોઈને હેરાન રહી જઈએ છીએ. આ લોકો એટલા વાયરલ થાય કે, તે ઘણીવાર રાતોરાત સેલિબ્રિટીઝ પણ બની જાય છે.

આ વચ્ચે હાલમાં બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધા કપુર જેવી જ એક છોકરી જોવા મળી અને આ જોવા મળેલી છોકરીનો ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. 11 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની મેચ હતી.

આ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ખુબ વાયરલ થઈ હતી. જેમણે વ્હાઈટ કુર્તી પહેરી હતી અને તેના વાળ ખુલ્લા હતા. આ છોકરી અભિનેત્રી શ્રદ્ધા કપુર જેવી લાગી રહી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો કહી રહ્યા હતા કે, આ શ્રદ્ધાકપુરની બહેન છે. કોઈ કહી રહ્યા છે શ્રદ્ધા કપૂરની હમશકલ છે.

આ બધું જોયા બાદ ખુબ બોલિવુડ અભિનેત્રી શ્રદ્ધાકપુરે પણ આના પર રિએક્ટ કર્યું હતુ. હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટા સ્ટોરી પર આઈપીએલ ગર્લનો વાયરલ ફોટો શેર કરતા લખ્યું કે, અરે મેં તો હું. તમને જણાવી દઈએ કે, શ્રદ્ધા કપુર જેવી દેખાતી આ છોકરી સોશિયલ મીડિયા પર ખુબ પોપ્યુલર છે. તેનું નામ પ્રગતિ નાગપાલ છે અને ઈન્સ્ટાગ્રામ પર 154K ફોલોઅર્સ છે. તે એક પ્રોફેશનલ સિંગર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application