ગુજરાતની યુવતીએ વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મૂળ સુરતની યુવતીએ 22 વર્ષની ઉંમરે USAના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. મૂળ સુરતી યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી છે. બેગમપુરાના મુંબઇના વતની સંજય દાળિયાની 22 વર્ષીય દીકરી દિપાલીએ USAના કેલિફોર્નિયામાં શિફ્ટ થઇ પ્રોફેશનલ પાઇલટ બનવાનું લાઈસન્સ મેળવ્યું છે.
દિપાલીએ પાઈલટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઇ હતી. આખરે અનેક મહેણા-ટોણાં તથા પડકારોનો સામનો કરી દિપાલી પાઇલટ બનવાનું સપનું સાકાર કર્યું છે. પ્રોફેશનલ પાઇલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દિપાલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું. પરિવારના સભ્યો જ નહિ સમાજમાં પણ હરખનો ઉલ્લાસ હતો. રાણા સમાજની પહેલી પાઈલટ હોય સમાજના આગેવાનો દ્વારા પણ દિપાલીનું સન્માન કરાયું હતું. દીકરીએ મેળવેલી આ સિદ્ધિથી પરિવાર પણ ગર્વ અનુભવીએ રહ્યો છે. દીકરીએ પાઇલટ બની પરિવારનું જ નહીં સમાજનું પણ નામ રોશન કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application