રાજકોટમાં એક ખૂબ આઘાતજનક ઘટના બનવા પામી હતી જેમાં શહેરના એસ્ટ્રોન ચોકના નાળા પાસે એક યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો છે. મૃતક યુવતી જુનાગઢના કેરળા ગામની હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે. યુવતી છેલ્લા 4 વર્ષથી રૂમ ભાડે રાખીને રાજકોટમાં રહેતી હતી. નાળા પાસે ગળામાં ફાંસો લગાવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.
ત્યારે યુવતીએ આપઘાત કર્યો હોવાનુ હાલ પ્રાથમિક દૃષ્ટિએ લાગી રહ્યુ છે. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ એ સત્ય સામે આવશે કે યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે. યુવતીએ ક્યા કારણોસર આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યુ તે રહસ્ય હજુ અકબંધ છે. હાલ પોલીસ પણ આ મામલે કંઈ કહેવા તૈયાર નથી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનુ સાચુ કારણ સામે આવવાની શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application