ડોલવણનાં વરજાખણ ગામમાંથી આશરે ૮ ફૂટ લાંબો અજગરને પકડી લેવામાં રેસ્ક્યુ ટીમને સફળતા મળી છે. ડોલવણ તાલુકાના વરજાખણ ગામનાં રહેવાસી ભદૂરભાઈ ખંડુભાઈ ચૌધરી નાઓ બંગલી ફળિયામાં પોતાની માલિકીની જમીનમાં જેસીબી મશીન દ્વારા સોમવાર નારોજ ખોદકામ કરાવી રહ્યા હતા.
તે દરમિયાન અચાનક એક અજગર પર નજર પડતા ભદુરભાઈએ અનિલભાઈ ચૌધરી તથા ધર્મેશભાઈ ચૌધરી નાઓને જાણ કરી મદદ માગી હતી. કોલ મળતા જ અનિલભાઈ અને ધર્મેશભાઈ સ્થળ પર પહોચી અજગરનું રેસ્ક્યું કર્યું હતું. પકડાયેલો અજગર આશરે ૮ ફૂટ લાંબો અને ૧૨ કિગ્રા જેટલું વજન ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતું. રેસ્ક્યુ ટીમે અજગરને પકડ્યા બાદ સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application