સુરત શહેરના પાલનપુર જકાતનાકા વિસ્તારની વિદ્યાકુંજ સ્કૂલ નજીક પ્રયાગરાજ એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં દમણના હોટલ માલિકના ઇશારે ચાલતા કૂટણખાના પર મહિલા સેલે દરોડા પાડી બે સંચાલક, બે લલના અને ગ્રાહક સહિત પાંચની ધરપકડ કરી છે. જયારે હોટલ માલિકે વોન્ટેડ જાહેર કર્યો છે.
મળતી માહિતી મુજબ સુરતની મહિલા પોલીસે બાતમીના આધારે પાલનપુર જકાતનાકા નજીક વિદ્યાકુંજ સ્કૂલ નજીક પ્રયાગરાજ એપાર્ટમેન્ટમાં દરોડા પાડયા હતા. એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખી કૂટણખાનું ચલાવતા રાહુલ રાજકુમાર શાહુ તથા રીતીક સુનીલ જૈન બંને રહે.એસએમસી ક્વાટર્સ, એલ.પી.સવાણી રોડ, અડાજણ), બે લલના અને એક ગ્રાહકની ધરપકડ કરી હતી.
ભાડાના ફ્લેટમાં કૂટણખાનું ચલાવતા રાહુલ શાહુની પૂછપરછમાં તે દમણ ફરવા ગયો હતો ત્યારે તેની મુલાકાત દમણ ખાતે હોટલ ચલાવતા રાજેશ ઉર્ફે રોકી સાથે થઇ હતી. આ રાજેશે મોબાઇલ ફોન અને લલના પુરી પાડી દેહવિક્રયનો ધંધો શરૂ કરાવ્યો હતો. ઉપરાંત લલનાના ફોટો મોકલાવી રીતીક જૈન ગ્રાહકોને મોપેડ નંબર જીજે-5 એફવી-1539 ઉપર લઇ આવતો હતો. ગ્રાહકો પાસેથી શરીરસુખ માણવા રૂ.1000 વસુલી લલનાને રૂ. 500 ચુકવતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે રોકડ, 7 મોબાઇલ ફોન, મોપેડ વિગેરે મળી કુલ રૂ. 76 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500