Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અકસ્માતનો ઢોંગ કરી લોકોના ખિસ્સામાંથી રોકડ રૂપીયાની ચોરી કરતો ટોળકીને ઍક સાગરીત ઝડપાયો

  • September 14, 2020 

રીંગરોડ માર્કેટ વિસ્તારમાં રાહદારી તેમજ વાહન ચાલકની ઍકદમ નજીક મોપેટ ચલાવી લાવી અક્સ્માતનો ઠોગ કરી વાતચીતમાં નજર ચુકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ચોરી કરતા ટોળકીના ઍક સાગરીતને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પુછપરછમાં સલાબતપુરા પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

 

સચીન જીઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ પીઆઈ ઍમ.વી.તડવીની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના  હેડ કોન્સ્ટેબલ પંકજ સુરેશચંદ્રગુલાબ ભટ્ટભાઈદિપકકુમાર સહિતના માણસો નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા.

 

તે દરમિયાન કોન્સ્ટેબલ રાજેશ પ્રભુભાઈ અને ભગવાન પ્રકાશરાવને મળેલી બાતમીના આધારે  સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં  મોપેટ ઉપર આવી રસ્તે જતા વાહન ચાલકની ઍકદમ નજીક મોપેટ લાવી અથડાવવાનો ઢોંગ કરી વાતચીનમાં નજર ચુકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરતી ટોળકીના નાસતા ફરતા જલીલ ઉર્ફે જલીયા સમદ યાસીન શેખ (રહેખ્વાજાનગર માનદરવાજા)ને ઝડપી પાડ્યો હતો.

 

જલીલની પુછપરછમાં સલાબતપુરા પોલીસ મથકના ગુનાની કબુલાત કરી હતી. પોલીસે જલીલની સીઆરપીસી કમલ ૨૧ (૧)મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application