સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા સિવિલ એન્જિનીયર યુવાનને ફોરેક્ષ ટ્રેડીંગમાં 90 ટકા એક્યુરેસી અને 10 ટકાલ લોસ સાથે રોકાણની લાલચ આપી ભેજાબાજ મહિલા સહિતની ટોળકીએ રૂ. 84 હજારથી વધુ પડાવી લઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ રાંદેર પોલીસમાં નોંધાય છે.
મળતી માહિતી મુજબ શહેરના ભીમરાડ ચેક પોસ્ટ નજીક શ્રોફ એન્ડ ચોકસી નામની ઓફિસમાં નોકરી કરતા સિવીલ એન્જિનીયર પાર્થ રામજી ગોહિલ (રહે. સંત તુકારામ સોસાયટી-2, પાલનપુર જકાતનાકા, સુરત) ઉપર ગત 14 સપ્ટેમ્બરે અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો. જેમાં હેલો ગુડ મોર્નીગ, આઇ એમ વાનીયા ફ્રોમ ટ્રેડ બોક્સ કંપની અને તમે અમારી એગલો રોબોટિક ટ્રેડીંગની સોશ્યિલ સાઇડ ઉપર એપ્લાય કર્યુ હતું અને અમારી કંપની ફોરેક્ષ માર્કેટમાં ડીલ કરે છે તો તમે ડીલ કરવા ઇચ્છો છો ?
ઉપરાંત ફોરેક્ષ ટ્રેડીંગમાં 90 ટકા એક્યુરસી અને 10 ટકા લોસ સાથે રોકાણની લાલચ આપી ટ્રેડ બોક્સ કંપનીની લીંક તથા યુઝરનેમ અને પાસવર્ડ મોકલાવ્યા હતા. જે નંબર પરથી વ્હોટ્સએપ આવ્યો હતો તેના ઉપર પાર્થ એ કોલ કરી કરતા વાનીયા જોષીએ 1000 ડોલરથી ઓનલાઇન ટ્રેડીંગ કરવાનું કહ્યું હતું.પરંતુ પાર્થ પાસે 500 ડોલરની વ્યવસ્થા હોવાથી વાનીયાએ અમારી કંપની 500 ડોલરની મદદ કરશે એમ કહી ટ્રેડ બોક્સ કંપનીની ઓનલાઇન ટ્રેડીંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એપ્લિકેશનનો બારકોડ સ્કેન કરી 500 ડોલર એટલે કે રૂ. 40 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.
ત્યાર બાદ ઓનલાઇન ટ્રેડીંગ પાર્થ જોય શકતો હતો અને પંદર દિવસ બાદ 500 ડોલરનો નફો થયો છે જે વિડ્રો કરવા બીજા 500 ડોલર મોકલવા અને પડશે એવું કહેતા પાર્થએ તે પણ બારકોડ સ્કેન કરી ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ ત્યાર બાદ ટ્રેડીંગના મેસેજ આવતા બંધ થઇ ગયા હતા અને વાનિયા જોષીએ ફોન પણ રિસીવ કરવાનું બંધ કરી દીધું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500