અમદાવાદની નરોડા પોલીસે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી કરતી ગેન્ગને ઝડપી પાડી છે. નરોડા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર, કન્ટેનર, એરકૂલર સહિત 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે, પોલીસથી બચવા બુટલેગરે કન્ટેનરની આગળ બલેનો કાર પાઇલોટિંગ માટે રાખી હતી.
નરોડા પોલીસને બાતમી મળી હતી કે, એક કન્ટેનરમાં પંજાબથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરીને આવે છે અને તે દારૂની પેટીઓ લેવા માટે એક બલેનો ગાડી હંસપુરા સર્કલ પાસે આવનાર છે. આ બાતમી હકિકતના આધારે નરોડા પોલીસે વોચ ગોઠવી હતી. દારૂ ભરેલુ કન્ટેનર ઘટનાસ્થળે આવતા જ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કન્ટેનરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલ બંધ બોટલો મળી આવી હતી અને આરોપીને વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેનું પાસ પરમીટ માંગતા તેની પાસે ના હોવાનું જણાવ્યું હતું. તે બાદ પોલીસે બલેનો ગાડી તથા કન્ટેનરને લઇને નરોડા પોલીસ સ્ટેશનની જી.આઇ.ડી.સી પોલીસ ચોકી ખાતે લઇ જઇ કન્ટેનર ચાલક તથા બલેનોના ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી પોલીસને 240 એ.સી.ના બોક્સ મળી આવ્યા હતા જેમાં એ.સીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500