મનિષા એસ. સુર્યવંશી/તાપી : કુકરમુંડાનાં ચીખલીપાડા ગામે દુકાનનાં ઓટલા ઉપર જુગાર રમાડનાર એકને ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, નિઝર પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારના રોજ સરકારી વાહનમાં બેસી કુકરમુંડા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, ચીખલીપાડા ગામે રવિન્દ્રભાઈ સાલમ્યાંભાઈ પાડવીનાઓ પોતાના દુકાનના ઓટલા ઉપર જાહેરમાં કેટલાક ઈસમોને જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા પર જઈ રેડ કરતા એક ઈસમ દુકાનના ઓટલા ઉપર અને કેટલાક ઈસમો કઈક આપ-લે કરતા હોય જેથી તેઓની ઉપર જુગાર અંગેનો શક જતા પોલીસ સ્ટાફના માણસે સ્થળ પર રેડ કરતા કેટલાક ઈસમો પોલીસ રેડ જોઈને ભાગી છુટ્યા હતા.
જ્યારે જમીન ઉપર બેસેલ એક ઈસમ પોલીસ રેડમાં ઝડપાઈ ગયો હતો. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રવિન્દ્રભાઈ સાલમ્યાંભાઈ પાડવી (રહે.ચીખલીપાડા ગામ, તા.કુકરમુંડાના) હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમના હાથમાંથી મિલન બજારથી નીકળતા આંકો લખેલ ચાર કાપીઓ તથા કાર્બન પેપર, બોલપેન પ્લાસ્ટિકના બોક્સ તેમજ જુદા-જુદા દરની ચલની નોટો કોરી કાપલીઓ સહિત જુગાર રમવાના સાધનો મળી રૂપિયા 4.630/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ રવિન્દ્ર પાડવી વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે આ ગુનામાં સામેલ દિલીપ અવિનાશભાઈ પાડવીને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500