Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી રૂપિયા ૩.૮૦ લાખની છેતરપિંડી થઈ

  • September 10, 2024 

રાજકોટનાં ગોપાલનગર શેરી નં.૧/૪ કોર્નર પર સિટી ફોર્ચ્યુન એપાર્ટમેન્ટમાં રહેતી અને મવડી ચોકડી પાસે આવેલી ઓફિસમાં નોકરી કરતી માનસીબેન પ્રદીપભાઈ ભટ્ટી (ઉ.વ.૩૦)ને પોતાના ધંધા અને શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી અમદાવાદ રહેતા આરોપી ધવલે રૂપિયા ૩.૮૦ લાખની છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં માનસીબેને જણાવ્યું છે કે, ધવલ અને તેની પત્ની રિચા પંચાલને બે વર્ષથી ઓળખે છે. ધવલને એરકમ્પ્રેશરની અમદાવાદમા પેઢી છે. સાથે શેર બ્રોકરેજનું કામ પણ કરે છે.


એકાદ વર્ષ પહેલા તેને કહ્યું કે મારા ધંધામાં અને શેર માર્કેટમાં પૈસા રોકશો તો સારો નફો મળશે. જેથી વિશ્વાસ રાખી તેની પત્નીના મોબાઇલ પર રૂપિયા ૮ હજાર ટ્રાન્સફર કર્યા હતાં. ત્યાર પછી ધવલના કહેવા મુજબ તેના પત્નીના મોબાઇલ પર કટકે-કટકે મળી કુલ રૂપિયા ૩.૮૦ લાખ ટ્રાન્સફર કર્યા હતાં. તે વખતે ધવલે એવો વિશ્વાસ આપ્યો હતો કે તમારા પૈસા હું એક સાથે પાછા આપી દઇશ. આ પછી તેને પૈસાની જરૂર પડતાં ધવલે રૂપિયા ૧૫ હજાર પરત આપ્યા હતાં. બાકીની રકમ અવારનવાર કહેવા છતાં પરત આપતો ન હતો. એટલું જ નહીં ખોટા વાયદા કરતો હતો. જેથી કંટાળીને તેના વિરૃધ્ધ પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપી હતી. જેના આધારે ભક્તિનગર પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News