Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમ્મુ કાશ્મીરમાં એક બાદ એક બે સ્થળોએ હુમલા થતાં પૂર્વ સરપંચનું મોત, પર્યટક કપલ ઘાયલ

  • May 20, 2024 

જમ્મુ કાશ્મીરમાં એક બાદ એક બે સ્થળોએ હુમલા થયા હતા. આતંકીઓના આ હુમલામાં શોપિયાંમાં પૂર્વ સરપંચનું મોત નિપજ્યું હતું, જ્યારે અનંતનાગમાં રાજસ્થાનનું એક પર્યટક કપલ ઘાયલ થયું હતું. આતંકીઓએ પહેલગામમાં ટુરિસ્ટ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં રાજસ્થાનના રહેવાસી ફરહા અને તબરેઝ ઘાયલ થયા હતા. જે પૂર્વ સરપંચની હત્યા કરવામાં આવી તેનું નામ ઐજાઝ શેખ છે. અને તે ભાજપ સાથે સંકળાયેલો હોવાના અહેવાલો છે. સોમવારે જમ્મુ કાશ્મીરની બારામુલ્લા બેઠક પર મતદાન થવાનું છે, જે પહેલા જ આતંકીઓએ આ બે હુમલા કર્યા હતા.


આતંકીઓ દ્વારા પર્યટકોના કેમ્પ પર હુમલાની આ તાજેતરમાં પ્રથમ ઘટના છે. પર્યટકો પર હુમલો કરવામાં આવ્યો તેના અડધા જ કલાકમાં  શોપિયાંમાં પૂર્વ સરપંચ ઐજાઝ શેખની આતંકીઓએ હત્યા કરી હતી. શેખ ભાજપ સાથે સંકળાયેલો હતો. તેને ગોળી વાગતા તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં અનંતનાગ અને શોપિયાંમાં સૈન્ય દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ભાજપે આ હુમલાની નિંદા કરી હતી, અને જણાવ્યું હતું કે ઐજાઝ શેખ ભાજપના બહાદુર સૈનિક હતા. પક્ષ મૃતકના પરિવારની સાથે છે.


જમ્મુ કાશ્મીરના રાજકીય પક્ષો દ્વારા આ હુમલાની ટિકા કરવામાં આવી હતી, પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં કોઇ જ કારણ વગર ચૂંટણી પાછી ઠેલવવામાં આવી. હવે ચૂંટણી પૂર્વે જ આતંકીઓ દ્વારા પર્યટકો અને સરપંચ પર હુમલો કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજસ્થાનના પર્યટકો પર હુમલાની રાજસ્થાન સરકારે પણ ટિકા કરી હતી, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ અધિકારીઓને ઘાયલ પર્યટકોને મદદ પુરી પાડવાના આદેશ આપ્યા હતા. જ્યારે ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય ઘાયલ પર્યટકોના પરિવારને પણ મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News