વ્યારાના બાલપુરમાંથી લાકડા લઈ જતી એક ફોર વ્હીલ ચાલક ગાડીને સાઈડમાં મૂકી ભાગી ગયો હતો. જયારે ગાડીના અંદર ચેક કરતા 19 નંગ લાકડા અને એક ગાડી કબ્જે કરી આગળની વધુ તપાસ વ્યારા વન વિભાગએ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તાપી જિલ્લામાં લાકડાની હેરાફેરી અટકાવવા માટે વન વિભાગ દ્વારા કડક હાથે કામગીરી હાથ ધરી દેવાય છે. નાયબ વન સંરક્ષક વ્યારાના માર્ગદર્શન તથા વન વિભાગ વ્યારા હેઠળની વ્યારા રેંજ ઇન્ચાર્જ આરએફઓ અને ફોરેસ્ટર નાઓ વન વિભાગના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાનના કાર્ય વિસ્તારમાં શનિવારના રોજ સવારે રૂટ પેટ્રોલીંગ દરમ્યાન બાલપુર રાઉન્ડના જંગલ કંમ્પાર્મેટ નં.303માં કવોલીસ ગાડી નંબર GJ/19/A/2965 નજરે પડી હતી ક્વોલીસ ગાડી પાસે રહેલા ઈસમોએ વન વિભાગની ટીમને જોઈ જતા ભાગી છૂટ્યા હતા. વન વિભાગના ટીમ દ્વારા ગાડીમાં ચેક કરતા પાસ પરમીટ વગરના ખેરના લાકડા 19 નંગ લાકડા મળી આવ્યા હતા જેની કિંમત રૂપિયા 19,000/- અને ગાડી મળી કુલ રૂપિયા 1,19,000/-નો મુદ્દામાલ કબ્જે કરી વન વિભાગે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500