કામરેજના વાવ નજીક નેશનલ હાઇવે પર ખાનગી બસનાં પાછળનાં ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પેસેન્જર ભરેલી બસમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગતા બસ હાઇવે પર થંભાવી ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી હતી.
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પર મુસાફરો ભરી એક ખાનગી લકઝરી બસ પસાર થઈ રહી હતી. દરમિયાન કામરેજનાં વાવ ગામની સીમમાં લકઝરીનાં પાછળના ભાગેથી અચાનક ધુમાડો નીકળ્યો હતો. બેટરીના ભાગેથી ધુમાડો નીકળતા મુસાફરોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અને તમામ મુસાફરો તાત્કાલિક બસની બહાર નીકળી ગયા હતા. લકઝરી બસના ચાલકે તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને આગ પર કાબુ મેળવ્યો હતો. વાયરિંગમાં સોર્ટ સર્કિટના કારણે બેટરીમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application