Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાના રાવપુરા સ્થિત વન વિભાગની કચેરી પાસે આગ લાગવાની ઘટના

  • May 11, 2024 

વડોદરામાં ઉનાળામાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. રાવપુરા વિસ્તારમાં નવ વિભાગની ઓફિસ આવેલી છે. જ્યાં નજીકમાં મુકી રાખવામાં આવેલા વાહનોમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગાર હાલતમાં મુકી રાખવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં ની સાથેજ દોડધામ મચી જવા પામી હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી.


ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં ચાર જેટલા વાહનો બળી ની ખાક થઈ ગયા હોય તેમ સુત્રો જણાવી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર કચરામાંલાગેલી આગ વાહનો સુધી પ્રસરતા અનેક વાહનો તેની લપેટમાં લઈ લીધા હતા. આ ઘટનામાં વાહનોને મોટું નુકશાનપહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. પણ વડોદરા ફાયર બ્રિગેડને જાણ થતા જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. અગાઉ જરોદ પોલીસ મથક નજીક કચરામાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાખ થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application