Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાપોદ્રા રોડ પર પી.પી.સવાણી હોસ્પિટલમાં સીટી સ્કેન વિભાગમાં આગ લાગતાં ભાગદોડ મચી

  • August 21, 2023 

સુરતનાં કાપોદ્રા રોડ પર પી.પી.સવાણી હોસ્પિટલનાં ગ્રાઉન્ડ ફ્લોર પર સીટી સ્કેન વિભાગમાં ACમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતા ભાગદોડ થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ, કાપોદ્રા રોડ પર સિધ્ધ કુટીર પાસે આવેલી પી.પી.સવાણી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ સીટી સ્કેન વિભાગ આવેલો છે. જોકે રવિવારે મોડીરાત્રે આ વિભાગનાં ઈન્ડોર એસીમા ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતાં આગ ભડકી ઉઠી હતી. જેને લીધે ધુમાડો નીકળતા ત્યાં હાજર કર્મચારી સહિતનાં લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી.



જ્યારે ત્યાંના કર્મચારીઓએ ત્યાં કાર્યરત ફાયરનાં સાધનોથી આગ કાબુમાં લેવાનો પ્રયાસ કરતા હતા. કોલ મળતા ચાર ફાયર સ્ટેશનની ગાડી અને ફાયર કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો તે પહેલા ત્યાંના લોકોએ આગ ઓલવી નાખી હતી અને ફાયર જવાનોએ કૂલિંગ કામગીરી કરી હતી. આગને લીધે એસી, વાયરીંગ સહિતમાં નુકસાન થયું હતું આ બનાવમાં કોઈ ઈજા જાનહાની થઈ ન હોવાનું ફાયર ઓફિસરએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application