Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદનાં માણેક ચોકમાં ત્રણ માળની હેરીટેજ ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી

  • June 12, 2023 

અમદાવાદનાં માણેક ચોક વિસ્તાર નજીક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. માણેક ચોક વિસ્તારમાં આવેલી સાંકડી શેરીમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાંકડી શેરીમાં આવેલી ત્રણ માળની હેરીટેજ ઈમારતમાં આગ લાગતા નાસભાગ મચી છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. શહેરનાં ખાણીપીણી માટેના જાણીતા પ્રખ્યાત માણેક ચોક વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી છે.


અહીં સાંકડી શેરી પાસે આવેલા ત્રણ માળની ઈમારતમાં આગ લાગી છે. અમદાવાદના પોળોમાંથી એક માણેકચોક વિસ્તારના રસ્તાઓ નાના હોવાથી તેમજ અહીં વધુ ટ્રાફિક હોવાથી ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચવામાં પણ મુશ્કેલી પડી છે. હાલ ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી જઈને આગ બુઝાવવાની કામગીરી આરંભી દેવાઈ છે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે તારીખ 11મી સપ્ટેમ્બરનાં રોજ માણેક ચોકમાં મકાન ધરાશાયી થયું હતું. આ ઘટના લાખા પટેલ પોળમાં બની હતી, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News