Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં વડપાડાભીંત ગામે શેરડીનાં ઉભા પાકમાં આગ લાગતાં ખેડૂતને ભારે નુકશાન પહોંચ્યું

  • December 03, 2023 

ઉચ્છલનાં વડપાડાભીંત ગામમાં ખેડૂતના શેરડીના ઉભા પાકમાં અચાનક વિજલાઈનમાં મોટો ધડાકો થતા અચાનક આગ લાગતાં શેરડીનો પાક બળીને ખાખ થયો હતો. જયારે આ આગમાં આશરે 80થી 90 હજારનું નુકસાન થતા ખેડૂતએ ઘટના અંગે દક્ષિણ ગુજરાત વિજ કંપનીને જાણ કરી હતી.



બનાવની વિગત એવી છે કે, સોનગઢ-ઉચ્છલ રોડ પર આવેલ વડપાડાભીંત ગામના ખેડૂત રમેશભાઈ બીજનાભાઇ ગામીતના ખેતરમાં આવેલી ખેતીવાડી વિભાગની વિજલાઈનમાં મોટો ધડાકા સાથે ફોલ્ટ થતાં આગના તણખા શેરડીના ઉભા પાક ઉપર ઝરતા ગણતરીની મીનીટોમાં આગની જ્વાળાઓએ આખા ખેતરને ઝપેટમાં લઈ લીધું હતું અને ભારે પવનના કારણે એક એકર જેટલી શેરડીના ખેતરમાં આગ પસરી જતા જે અંગે સોનગઢ ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.



જોકે આ આગમાં અંદાજે રૂપિયા 80થી 90 હજારની શેરડી બળીને ખાખ થતા ખેડૂત પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ વિજ કંપનીને કરવામાં આવતા જવાબદારોએ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કર્યું હતું અને વિજ પ્રવાહને બંધ કરવામાં આવ્યો હતો. જયારે ઘટના સ્થળે હાજર કેટલાક રહીશોના જણાવ્યા મુજબ, આગની જ્વાળાઓ એટલી ઉગ્ર હતી કે દોડી આવેલા ગ્રામજનોએ આગની કાબુમાં લેવા ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને નજીકના રહેણાંક વિસ્તારમાં પણ આગ પહોંચે તેવી શકતા વચ્ચે રહીસોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જયારે આ ગભરાટ વચ્ચે લોકોને આગને ઓલાવવા સતત પ્રયાસો કરતા અને ફાયર બ્રિગેડના જવાનો પણ સ્થળે પહોંચતા આખરે આગને કાબુમાં લાવવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application