સુરત શહેરના લાલગેટ ખાતે અંબાજી રોડ પર એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટમાં આવેલી મેડિકલની દુકાનમાં સવારે અચાનક આગ ફાટી નીકળતા ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
લાલગેટ ખાતે અંબાજી રોડ પર બાલાજી માર્કેટના બેઝમેન્ટમાં આવેલી મેડિકલની દુકાનમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે ત્યાં અફરાતફરી થઈ જવા પામી હતી.
આ ઘટનાની જાણ થતા ફાયર-બ્રિગેડનો કાફલા ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને મુગલીસરા તથા નવસારી બજાર અને ઘાંચી શેરી ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી. જોકે આગને લીધે ત્યાં ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જેના લીધે ત્રણથી ચાર ફાયર જવાનો ઓક્સિજન માસ્ક પહેરીને આગ બુઝાવવા અંડર ગયા હતા. ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કરતા આગ ફેલાઈ ન હતી. જેથી આજુબાજુ અને ઉપરની દુકાનો બચી ગઇ હતી અને આગ પોણો કલાકમાં કાબૂમાં આવી ગઈ હતી.
આ આગની ઘટનામાં ફર્નિચર, કોમ્પ્યુટર, પંખા, વિવિધ દવાઓ સહિતની ચીજ-વસ્તુઓની ભારે નુકસાન થયું હતું. આગનું કારણ ઈલેક્ટ્રીક સર્કિટ લાગી હોવાની શક્યતા છે. આ બનાવમાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500