Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈની વર્કશોપ કોલોનીનાં એક મકાનમાં આગ લાગતાં સામાન અને ઘરવખરી બળીને ખાખ થયું

  • April 28, 2024 

ઉકાઈની વર્કશોપ કોલોનીના સેક્ટર-5માં આવેલી રૂમમાં ગતરોજ બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી જોકે આ સમયે ઘરમાં આધેડવયનાં યુવરાજભાઈ શિરશાટ અને તેમના પત્ની એકલા હતા જયારે આગે જોતજોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે સોનગઢ પાલિકા, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અને સીપીએમનાં ફાયર ફાઈટરોએ તુરંત ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી તેમજ લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયું હતું. પરંતુ આ દરમિયાન આગની ચપેટમાં આવી ગયેલો ઘરનો ઘણો સામાન અને ઘરવખરી બળીને ખાખ થઈ જતા નુકસાન થયું હતું અને ઘરની છત તથા દીવાલોને પણ મોટું નુકસાન થયું હતું તેવું જાણવા મળ્યું હતું જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application