Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર ની ગંગા જમના સોસાયટીમાં ગેસ લીકેજ બાદ આગ ફાટી નીકળતા દોડધામ

  • October 25, 2022 

અંકલેશ્વર-દિવાળીના દિવસે જ મોટી દુર્ઘટના બનતા અટકી,ગંગા જમના સોસાયટીની ગેસ લાઈન લીકેજ થતા આગની જ્વાળાઓ ઉઠીઅંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ ગંગા જમના સોસાયટીમાં ગત રાત્રીના સમયે ગેસ લાઇન માં અચાનક લીકેજ થતા ભારે દોડધામ મચી જવા પામી હતી,જોત જોતામાં ગેસ લાઈન માં આગની જ્વાળાઓ ભડકે બળતા આસપાસ ના લોકોમાં જીવ એક સમયે ટાળવે ચોંટી ગયા હતા.




ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશન ની ટીમને થતા તેઓએ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો,ઘટનાના પગલે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઇન બંધ કરવાની નોબત આવી હતી, સાથે જ થોડા સમય માટે સોસાયટીમાં વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો, દિવાળી ના તહેવાર ટાળેજ અચાનક આગ લાગવાની ઘટનાના પગલે એક સમયે લોકોના ઘબ્રાત નો માહોલ પણ જોવા મળ્યો હતો,જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં લોકોની સમય સુચકતા ના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી, જે ઘટના બાદ ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાસ અનુભવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News