વલસાડ જિલ્લામાં ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વસ્તુની વધુ કિંમત વસૂલતા વેપારી દુકાનદારો સામે વલસાડ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં કુલ 515 વિવિધ એકમોની તપાસ દરમિયાન 23 એકમોમાં ગેરરીતિ જણાતા રૂ. 31 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પીણાંની બોટલ ઉપર ઉત્પાદક અથવા પેકર દ્વારા દર્શાવવામાં આવેલી મહત્તમ વેચાણ કિંમત (MRP) કરતા 5 રૂપિયા વધુ ભાવ ગ્રાહકો પાસેથી વસુલાત કરતા પકડાયા હતા. બિનવાડા ગામમાં જ મહાવીર કિરાણા દ્વારા સિગારેટના પેકેટ ઉપર ઉત્પાદક અથવા પેકર દ્વારા દર્શાવેલી મહત્તમ વેચાણ કિંમત કરતા 10 રૂપિયા વધુ ભાવ લેતા રંગેહાથ પકડાયા હતા.
જેથી બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લામાં કુલ 515 સ્થળે વજન, કાંટા અને પ્રોડક્ટની કિંમત અંગે તપાસ હાથ ધરાઈ હતી જેમાં બીનવાડા, નવેરા, અટકપારડી, લીલાપોર અને વાપી સહિતના કુલ 23 સ્થળે ગેરરીતિ જણાતા વિવિધ એકમો સામે કાર્યવાહી કરી રૂ. 31 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. વજન કાંટાનું વેરિફિકેશન ન કરાવનારને 500 થી 1000 રૂપિયા સુધી અને પેકેજ કોમોડિટી એટલે કે કિંમતમાં છેકછાક કરનાર અથવા કિંમતની પ્રિન્ટ કાઢી નાખનાર વિક્રેતાને 2000 સુધીનો દંડ કરવામાં આવ્યો હતો. જૂન 2022 દરમિયાન વિવિધ એકમોનાં ચકાસણી મુદ્રાકન કરી રૂ. 1001404 ની સરકારી ફી અંકે કરાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500