ગ્રેટર નોઈડા ઓથોરિટીએ બિસરાખ પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીમાં રહેતા એક બાળકને પાલતુ કૂતરા દ્વારા કરડવાનાં કેસની તપાસ કરવામાં આવી હતી તે દોષી ઠર્યો હોવાથી કૂતરાનાં માલિકને 10,000/- રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રેટર નોઈડા ઓથોરિટીના ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર ડો.પ્રેમચંદે જણાવ્યું કે, સોશિયલ મીડિયા અને મીડિયાનાં માધ્યમથી જાણવા મળ્યું કે, સોસાયટીમાં રહેતા કાર્તિક ગાંધીના કૂતરાએ એ જ સોસાયટીમાં રહેતા રૂપેન્દ્ર શ્રીવાસ્તવ નામના બાળકને લિફ્ટમાં બચકુ ભર્યું હતું. તેમણે કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે, કૂતરાનાં માલિકની બેદરકારીનાં કારણે આ ઘટના બની હતી.
તેમણે કહ્યું કે, ગ્રેટર નોઈડા ઓથોરિટીએ કાર્તિક ગાંધી પર 10,000/- રૂપિયાનો દંડ લગાવ્યો છે. આ રકમ એક સપ્તાહની અંદર ઓથોરિટીનાં ખાતામાં જમા કરાવવાની રહેશે. તેમણે જણાવ્યું કે, કૂતરાનાં માલિકે બાળકની સારવારનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. જો તે આમ નહીં કરે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે બાળકને રાત્રે કાર્તિક ગાંધીના કૂતરાએ બચકુ ભર્યું હતું અને તેના પિતાએ ટ્વિટર દ્વારા પોલીસ અને ગ્રેટર નોઈડા ઓથોરિટીને આ ઘટનાની જાણ કરી હતી.
હરિયાણાનાં ગુરુગ્રામમાં પણ પાલતુ કૂતરાનાં હુમલાનો મામલો સામે આવ્યો છે જ્યાં પીડિતને બે લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે મંગળવારે ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશન (MCG)ને પાલતૂ કૂતરાનાં હુમલામાં ઘાયલ થયેલી મહિલાને 2 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. ફોરમે એમ પણ કહ્યું કે, જો એમસીજી ઈચ્છે તો આ વળતરની રકમ કૂતરાના માલિક પાસેથી વસૂલ કરી શકાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500