ભરૂચ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એકતાનગરની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા બે પ્રવાસી પરિવાર વચ્ચે બસમાં બેસવાના મુદ્દે માથાકૂટ થતાં છુટ્ટા હાથે મારામારી ઘટના બની છે. સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એકતાનગર પોલીસે પહોંચતા મારામારી કરનાર ઇસમોની અટકાયત કરી હતી.
હાલમાં પ્રવાસીઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારીની ઘટનાનો મુદ્દો સોશિયલ મીડિયા મારફત વાયરલ થયો છે. કેવડીયા DYSP દુધાતે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં બે પ્રવાસી પરીવાર વચ્ચે બસમાં બેસવાના મુદ્દે મારામારી થવાનો બનાવ બન્યો છે. બંને પક્ષે સામસામે અરજી કરી હતી. જોકે ફરીયાદ કરવાની ના પાડતા આખરે અરજીને આધારે અટકાયતી પગલાં લઈ મામલતદાર સમક્ષ જામીન લેવડાવ્યા હતાં, ત્યારબાદ મુદ્દો થાળે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વેકેશન ટાણે પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળે છે. કયારેક બસમાં બેસવા માટે લાંબીલચક કતારો જોવા મળે છે. ત્યારે પ્રવાસીઓની સુરક્ષા માટે અને ક્રમબદ્ધ બસમાં બેસાડવા માટે સિક્યોરિટીનું આયોજન કરવા માંગ ઉઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application