તાપી અને સુરત જિલ્લાના તાંત્રિક જમીનમાંથી સોનુ કાઢવાની વિધિ કરતા પકડાયા છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અલઘટ ગામનો પિતા પણ પોતાની 11 વર્ષની પુત્રીને લઈ તાંત્રિક વિધિ કરવા પહોંચ્યો હતો.જોકે ડાંગ બોર્ડર પર આવેલ રૂપગઢના કિલ્લા પર માસૂમ બાળકીને સાથે રાખી તાંત્રિક વિધિ શરૂ કરતાં પકડાયા છે.
ચાલુ તાંત્રિક વિધિ દરમિયાન સ્થાનિક લોકો કિલ્લા પર પહોંચી ગયા હતા અને વિધિ અટકાવી દીધી હતી. આ ઘટનાનો સ્થાનિક લોકોએ એક વીડિયો પણ ઉતારી લીધો છે. સ્થાનિક લોકોએ બનાવેલ આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પૂછપરછ દરમિયાન તાંત્રિક બારડોલીના બાબેન ગામનો હોવાનું સામે આવ્યું છે. વઘઇ પોલીસે વાયરલ વીડિયોના આધારે તમામ જાણવા જોગ અરજી દાખલ કરી કાર્યવાહી કરી છે.આપને અહી જણાઈ દઈએ છીએકે, ગત સપ્તાહથી આ બાબતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે, જે વઘઈ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application