ઉકાઈના ભુરીવેલમાં વાડ તોડવા બાબતે એક મહિલાને ઢીકકાપાટુનો માર મારી મહિલાને ગંભીર ઈજા પહોચાડી હોવાનો બનાવ ઉકાઈ પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ મુળ રહેવાસી ભોયરા ગામ તા.જાબવા જી.જાંબુઆ મધ્યપ્રદેશ અને હાલ સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ મથકની હદમાં આવતું ભૂરીવેલ ગામના ચમરી સામે રહેતી ૬૦ વર્ષીય વૃધ્ધા કમતુબેન પાનસિગભાઇ ભુરીયાના ઘરની પાસેની વાડ ભૂરીવેલ માંજ રહેતા (૧) ધારાભાઇ નાથાભાઇ ભરવાડ અને તેમની દીકરી (૨) ટીનુબેન ભરવાડ બંને જણા વાડ તોડતા હોય તેમને રોકવા જતા વૃધ્દ્ધાને ગંદી ગાળો આપી ઢીકકાપાટુ નો મારમારી ધારાભાઇ ભરવાડે લાકડુ માથામાં માર્યું હતું. આ બનાવમાં ઈજા ગ્રસ્ત મહિલાએ ધારાભાઇ નાથાભાઇ ભરવાડ અને ટીનુબેન ધારાભાઇ ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. જેમની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસે પિતા-પુત્રી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application