Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફરજનો સમય પૂરો થયા બાદ રસ્તા પર ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીની વહારે આવી પરિવારે સાથે મિલન કરાવ્યું

  • May 09, 2024 

અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ખુબજ સરાહનીય કિસ્સો જોવા મળ્યો હતો જેમાં સ્પષ્ટ રીતે જોવા મળ્યું હતું કે સમાજ નો ખરો મિત્ર પોલીસ છે તે સાર્થક કરી બતાવ્યું હતું. લોકસભા ચૂંટણી ની સતત 48 કલાકની ફરજ બજાવ્યા બાદ રાત્રે નવ વાગ્યા આસપાસ ઇસનપુર પોલીસ સ્ટેશન ના એક પોલીસકર્મી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા જે દરમ્યાન મણિનગર ભૈરવનાથ રોડ પાસે મનોકામેશ્વર મહાદેવ મંદિર નજીકમાં એક માસૂમ, નાની ત્રણ વર્ષની બાળકી ને રડતા જોઈ પોલીસકર્મી પોતાની ફરજના કલાકો નહિ પરંતુ પોલીસ તરીકેની સમાજ પ્રત્યેની પોતાની ફરજને પ્રાધાન્ય આપી ઘરે જવાને બદલે બાળકીને પોતાની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.


ત્યાં જઈ પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી પોલીસ સ્ટેશન નજીકના રહીશોની મદદ મેળવી બાળકીને પોલીસ વેનમાં બેસાડી આજુ બાજુના વિસ્તાર માં ફરી મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન કરાવી ઈસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહાર રાજ્યના મજુર વર્ગના પરિવારને તેમની ત્રણ વર્ષની બાળકી સુરક્ષિત પરત સોપી સમાજનો ખરો મિત્ર પોલીસ ની વાત સાર્થક કરાતી કામગીરી કરી હતી.  આ ઉત્તમ કરી બાદલ ઈસનપુરના પોલીસ કર્મચારી ઘનશ્યામભાઈ ગઢવીનું આ કાર્ય માનવતાની એક સુંદર મહેક તરીકે પણ ઓળખી શકાય છે. આ સત્કાર્ય કરવા બદલ સલામ છે આવા પોલીસ કર્મચારીને.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application