Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચમાં કિન્નરનો વેશ ધારણ કરી લોકોને ઠગતો એક શખ્સ ઝડપાયો

  • December 15, 2024 

ભરૂચમાં નકલી કિન્નરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ દરમિયાન એક કિન્નરનો વેશ ધારણ કરીને લોકોને ઠગતો એક શખસ ઝડપાયો છે. તેને સોસાયટીના રહીશોએ અને અસલી કિન્નરોએ બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. મળતી માહિતી અનુસાર, ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એક શખસ કિન્નરનો વેશ ધારણ છેતરપિંડી કરતો હતો. છેલ્લા ઘણાં દિવસથી મેસેજ વહેતા થયા હતા કે, એક વ્યક્તિ નકલી કિન્નર બનીને લોકોને લૂંટે છે. આ દરમિયાન એક નકલી કિન્નર સોસાયટીમાં ઘૂસી જતા સ્થાનિક લોકો અને અસલી કિન્નરોને મેથીપાક ચખાડ્યો હતો.


આ ઘટના જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલ નકલી કિન્નરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારની સોસાયટીઓમાં નકલી કિન્નરે વશીકરણ સાથે રૂપિયા પડાવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે સ્થાનિક લોકો અને અસલી કિન્નરોએ પણ હોબાળો મચાવ્યો હતો. જે અસલી કિન્નરની ઓળખાણ આપી અનેક સોસાયટીમાંથી 10,000થી 30,000 સુધીની રકમ પડાવી હોવાના મામલા આવ્યા સામે આવતા અસલી કિન્નરો પોલીસ મથકે પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application