Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોતાની ગાડી પર પોલીસ જેવી લાઈટો રાખી અને લોકોની વચ્ચે રૌફ જમાવતો નકલી પોલીસ ઝડપાયો

  • November 23, 2024 

અમદાવાદમાંથી ફરી નકલી પોલીસ ઝડપાઈ ગયો છે,નારોલની અસલી પોલીસે નકલી પોલીસને ઝડપી જેલ હવાલે કર્યો છે,લાંભા રોડ પર નકલી પોલીસ કારની ઉપર પોલીસની લાઈટ અને પોલીસ લખીને ફરી રહ્યો હતો,પોતાની ગાડી પર પોલીસ જેવી લાઈટો રાખી અને લોકોની વચ્ચે રૌફ જમાવતો હતો,ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.


નારોલ પોલીસે નકલી પોલીસને ઝડપી પાડયો છે,નકલી પોલીસ અસલી પોલીસનો વહેમ રાખી લોકો સામે રૌફ જમાવતો હતો,પોલીસને આ બાબતની જાણ થઈ હતી અને બાતમીના આધારે તેને કાર સાથે ઝડપી પાડયો હતો,આરોપીનું નામ વિરાજ મેઘા છે અને તેની કારમાંથી એક છરી પણ મળી આવી છે,પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ કરી છે,સાથે સાથે આરોપીએ પોલીસના નામે કયાંય તોડ તો નથી કર્યો તે દિશામાં તપાસ હાથધરી છે.પોલીસે આરોપીની કાર ચેક કરી તો તેની પાસેથી છરી પણ મળી આવી હતી,પોલીસે આરોપીને છરીને લઈ પૂછયુ પરતું તે પોલીસને સહકાર આપી રહ્યો નહી હોવાની વાત સામે આવી છે.આરોપી લોકોને ઓળખ આપતો હતો કે તે ડીવાયએસપી છે અને કંઈ પણ કામ હોય તો જણાવજો એમ કહીને લોકોમાં રોલો પાડતો હતો પરંતુ અસલી પોલીસે તેની ધરપકડ કરીને તેનો રોલો ઉતારી દીધો હતો,આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે કે નહી અને અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે કે નહી તે દિશામાં તપાસ હાથધરી છે.


વટવા કેનાલ રોડ પાસે આવેલી વિનાયક રેસીડેન્સીમાં રહેતા વિરાજ નીતીનકુમાર મેઘા નકલી ડીવાયએસપી હોવાનો રોફ જમાવીને ફરતો રહેતો હતો. નારોલ પોલીસે લાંભા ટર્નિંગ પાસેથી ગાડીમાંથી તેની ધરપકડ કરી છે. આરોપી યુવકે તેની ગાડીની નંબર પ્લેટ પર ડીવાયએસપી તથા પોલીસના સિમ્બોલ લગાવેલા હતા. આ ઉપરાંત પોલીસને તેની તપાસ દરમિયાન કમરના ભાગેથી ધારદાર છરી મળી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application