સુરતના ઓલપાડમાંથી નકલી દારૂનું કારખાનું ઝડપાયું છે. જેમાં ઓલપાડ-સાયણ રોડ પર GIDCમાંથી કારખાનું ઝડપાયું છે. તેમાં કુલન્ટ વોટર બનાવવાના કારખાનાની આડમાં ચાલતું કારખાનું હતુ. જેમાં દારૂની તૈયાર બોટલ અને રો-મટીરીયલ મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ, ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. ઓલપાડ-સાયણ રોડ પર આવેલી જી.આઇ.ડી.સી.માંથી આ કારસ્તાન પકડાયુ છે.
જેમાં કુલન્ટ વોટર બનાવવાના કારખાનાની આડમાં દારૂનું કારખાનું ચાલતું હતું. દારૂની કેટલીક તૈયાર બોટલ અને રો-મટીરીયલ મળી આવ્યું છે. મોડી રાત્રે ઓલપાડ પોલીસે દરોડા પાડયા હતા. જેમાં પોલીસે સેમ્પલ લઈ એફ.એસ.એલને જાણ કરી છે. અગાઉ સુરતના પાંડેસરા વિસ્તારમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ હતી. જેમાં ખાલી બોટલ અને સ્ટીકર ભંગારમાંથી ભેગા કરીને ડુપ્લીકેટ દારૂ તૈયાર કરાઇ રહ્યો હતો. એક શેડમાં કેમિકલ ભરીને નકલી દારૂ તૈયાર કરાતો હતો. પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસે બાતમીના આધારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને નકલી દારૂનું કારખાનું ઝડપી પાડ્યુ હતુ. ત્યારે પોલીસને આશંકા હતી કે આ શખ્સો છેલ્લા ઘણાં સમયથી નકલી દારૂ તૈયાર કરીને વેચતા હોવા જોઇએ. પોલીસે કેમિકલ ભરેલા પીપ પણ ઝડપી પાડ્યા હતા. ત્યારે હવે પોલીસ માટે એ તપાસનો વિષય છે કે આ શખ્સોએ અત્યારસુધીમાં કેટલો કેમિકલયુક્ત નકલી દારૂ તૈયાર કરીને વેચ્યો હશે. સુરતમાં આ પહેલા પણ લઠ્ઠાકાંડ સર્જાઇ ચૂક્યા છે ત્યારે આ વખતે તો નકલી દારૂનું કારખાનું જ ઝડપાયુ છે ત્યારે જો આ કારખાનું ન પકડાયુ હોત તો ભવિષ્યમાં આ કારખાનું જ ફરી લઠ્ઠાકાંડ સર્જી નાખત તેમાં કોઇ શંકા નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500