Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મિત્રો સાથે તોડપાણી કરતો નકલી GST ઓફિસર એપોલો સર્કલ પાસેથી ઝડપાયો

  • December 20, 2023 

રાજ્યમાં હાલ નકલીની બોલબાલા છે ત્યારે તલોદની કંપનીમાં એક વર્ષ અગાઉ મિત્રો સાથે મળીને GST ઓફિસર તરીકેની ઓળખ આપી તોડ કરવાની ઘટના બની હતી. જેમાં ફરાર નકલી અધિકારીને ગાંધીનગર એલ.સી.બી.ની ટીમે એપોલો સર્કલ પાસેથી ઝડપી લીધો છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી અધિકારીઓ બનીને લોકો સાથે તોડ કરવાની સાથે છેતરપિંડીની ઘટનાઓ પણ બની રહી છે. એટલું જ નહીં નકલી ટોલનાકા પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા સાબરકાંઠાના તલોદમાં એક વર્ષ અગાઉ કંપનીમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને GST અધિકારીઓના નામે મસ મોટો તોડ કરી લેવામાં આવ્યો હતો.



જે સંદર્ભે વેપારીને જાણ થતા આ મામલે તલોદ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ બાદ નકલી જીએસટી અધિકારી બનીને ફરતો કમલેશ ઉર્ફે કે, પી વલ્લભભાઈ પંચાલ રહે, અનિકેત સોસાયટી નાના ચિલોડા ભૂગર્ભમાં ઊતરી ગયો હતો. જેના પગલે ગાંધીનગર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાનમાં એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે, તલોદમાં નકલી GST અધિકારી બનીને તોડ કરનાર આરોપી કમલેશ પંચાલ હાલ એપોલો સર્કલ પાસે નર્મદા કેનાલ તરફ સવસ રોડ ઉપર હાજર છે. જે બાતમીના પગલે તેને ઝડપી લેવામાં આવ્યો હતો અને પૂછપરછમાં તેણે મિત્ર ચેતન મેવાડા સહિતના અન્ય વ્યક્તિઓ સાથે મળીને બનાવટી GSTની રેડ કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તેને અન્ય કયા કયા વિસ્તારોમાં નકલી અધિકારી બનીને તોડ કર્યા છે. જેની વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application