લખનઉ એરપોર્ટ પર CISFનો યુનિફોર્મ પહેરીને ફરતો એક યુવક ઝડપાયો છે. આ યુવક CISFનો કર્મચારી બનીને ફરી રહ્યો હતો. આરોપી યુવકની શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી CISFના કર્મચારીઓએ જ તેની ધરપકડ કરી લીધી હતી અને પૂછપરછ કરી તેને સરોજિની નગર પોલીસને સોંપી દીધો હતો.
આરોપી યુવકની ઓળખ સચિન કુમાર રાઠોર તરીકે થઇ હતી. તે હરદોઈ જિલ્લાનો રહેવાની હોવાનો ખુલાસો થયો છે. માહિતી અનુસાર બપોરના અઢી વાગ્યે એક શંકાસ્પદ વ્યક્તિ, CISFના એએસઆઈનું યુનિફોર્મ પહેરી ડોમેસ્ટિક એરપોર્ટના ટર્મિનલ એલાઈટિંગ પોઈન્ટની આજુબાજુ અને સિટી સાઈડ એરિયામાં ફરતો હોવાની માહિતી મળી હતી. તેના પર શંકા થતાં અસલ CISFના સ્ટાફે તેની પૂછપરછ કરી એટલે તે ગભરાઈ ગયો હતો. ત્યારબાદ તેને પકડીને પોલીસને હવાલે કરી દેવાયો. તેની પાસેથી એએસઆઈ પદના બે ફેક આઈડી મળી આવ્યા હતા. તેના પર સચિન કુમાર રાઠોડ ઉપ નિરીક્ષક લખેલું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application