Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળાનાં પૌરાણિક ‘હરસિધ્ધિ માતા’નાં મંદિરમાં નવરાત્રીમાં મેળો ભરાશે

  • October 07, 2023 

આગામી તારીખ 15મી ઓક્ટોબરથી આસો નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાનાં રાજપીપળામાં 450 વર્ષ પૌરાણિક હરસિધ્ધિ માતાનું મંદિર આવેલું છે. જ્યાં નવરાત્રીનો વર્ષોથી ભાતીગળ મેળો ભરાય છે જેમાં લાખો ભક્તો આવે છે. જેમાં પાર્કિગથી લઈને ડાયવર્ઝન આપવા સુધીની ચર્ચા કરી બેઠકો કરી તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કોઈ પણ લોક મેળામાં ચકડોળ સૌથી મોટું આકર્ષણ હોય છે.



રાજપીપળા જીન ગ્રાઉન્ડનો ઉપયોગ કરી ચકડોળ માટે આપ્યું છે. તોરા તોરા, સેલંબો, કિડ્સ ટ્રેન, નાવડી, ડ્રેગન, ઓકટોપસ, કતર પિલર, બ્રેકન્ડાન્સ, ટોય ટ્રેન, સલંબોર, ચકડોળ, સહિતની વેરાયટી ચકડોળ આ વર્ષે ભક્તોનું સૌથી મોટું આકર્ષણ બનશે. આ વર્ષે લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટવાની અપેક્ષાએ ઠરે ઠેર CCTV કેમેરા સહિત સુરક્ષા વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે. એમ્યુઝમેન્ટ પાર્ક 15થી 30 તારીખ સુધી ચાલશે. એવું આયોજન કરવામાં આવેલ છે. ‘હરસિધ્ધિ માતાજી’ના મંદિરે ત્રણ ટાઈમ આરતી સાથે માતાજીના પ્રસાદ ચુંદળી ફોટો સહિત ભક્તો લઇ શકે એવી વ્યવસ્થા હિન્દુ દેવસ્થાન કમિટી અને હરસિધ્ધિ માતાજી યુવક મંડળ કરી રહ્યું છે. રાજપૂત સમાજ દ્વારા તલવાર આરતી પણ આ મેળાનું સૌથી મોટું આકર્ષણ બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application