સુરત જિલ્લામાં ડુપ્લીકેટ ફેક્ટરીઓનો જાણે રાફડો ફાટ્યો હોઈ તેમ એક પછી એક અલગ અલગ ડુપ્લીકેટ ચીજ વસ્તુ બનાવતી ફેક્ટરીઓ પકડાઈ રહી છે,ડુપ્લીકેટ વિદેશી દારૂ ની ફેકટરી,ડુપ્લીકેટ સેનિટાઈઝર ફેકટરી,બાયો ડીઝલ ની ફેકટરી બાદ હવે કરંજ જીઆઈડીસી માંથી ભેળસેળ દૂધ બનાવતી ફેકટરીને સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડી છે.
ગત મોડી રાત્રી ના રોજ એલસીબી પોલીસે બાતમીના આધારે કરંજ જીઆઈડીસીમાં છાપો માર્યો હતો દરમિયાન કરંજ જીઆઈડીસીની સહેલી ગલી પ્લોટ નં-૬ માં રૂપા ટેક્સટોરિયમ નામની કંપનીમાં ભેળસેળ યુક્ત દૂધ બનાવવાના વેપલાને પોલીસે ઝડપી પાડ્યો હતો વધુમાં તપાસ કરતા ફેકટરી બહાર મહારાષ્ટ્ર પાર્સિંગનું દૂધનું ટેન્કર મળી આવ્યું હતું સાથે જ ફેકટરી માંથી કેટલાક તેલના ડબ્બા,કેમિકલના ડબ્બાઓ તેમજ દૂધ પ્રોસેસ કરવાની મશીનનરી પણ મળી આવી હતી.
એલસીબી પોલીસે ફેકટરી ઉપર છાપો મારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને જાણ કરી હતી,ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ દરમિયાન ફેક્ટરીમાં ભેળસેળ દૂધ બનતું હોવાનું બહાર આવ્યું હતું.
કરંજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રૂપા ટેક્સટોરીયમ નામની ફેક્ટરીમાં છેલ્લા ૨ વર્ષથી ભેળસેળ દૂધ બનાવવાનો વેપલો ચાલી રહ્યો હતો,દુધના ફેટ કાઢવા માટે દૂધમાં પામોલીન તેલ,કેમિકલ મિશ્ર કરવામાં આવતું હતું,આ પ્રોસેસ કરેલા દૂધને ટેન્કર મારફતે મહારાષ્ટ્ર ના પાલધર ખાતે મોકલવામાં આવતું હતુ ત્યારે આ પ્રકારનો વેપલો છેલ્લા ૨ વર્ષથી ચાલી રહ્યો હતો,
ભેળસેળ દૂધ બનાવી લોકો ના સ્વાસ્થય સાથે ચેડાં કરનાર આખરે એલસીબી ની ચપેટમાં આવી ગયા હતા અને પોલીસે રેડ કરી ભેળસેળ દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો હાલ સમગ્ર ઘટનાની તપાસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ કરી રહી છે.
હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ૯,૫૦૦ લિટર ભેળસેળ યુક્ત દુધનો જથ્થો કબ્જે કર્યો છે તેમજ દૂધનું ટેન્કર પણ પોલીસે કબ્જે કર્યું છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દુધના સેમ્પલો લઈ આગળ ની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ડુપ્લીકેટ દૂધ ના કાળા કારોબારનો ભાંડો ફુટયા બાદ રાજ્ય સરકારે તપાસના આદેશો કર્યા હતા પરંતુ સુરત શહેર અને જિલ્લા નું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નું તંત્ર સાવ ઊંઘ તું જ રહ્યું હતું. તબેલામાંથી ઘોડા છૂટી ગયા બાદ તબેલા ને તાળું મારવા જવાની ફૂડ એન્ડ ડ્રગ્સના તંત્રને આદત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500