પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસી આવતું એક ડ્રોન-વિમાન BSFની મહિલા ટુકડીએ તોડી પાડયું હતું. આ અંગે સત્તાવાર સાધનો જણાવે છે કે, અમૃતસરથી 40 કિ.મી. ઉત્તરે આવેલા યહાર-પુર ગામ પાસે આ વિમાન 11.05 કલાકે ભારતની સરહદમાં ઘૂસી આવતા સરહદી સલામતી-હવેલી મહિલા ટુકડીએ તેની ઉપર ગોળીબાર કરતા તે તૂટી પડયું હતું. તેમાંથી 3.1 કિ.ગ્રા. જેટલો નાર્કોટિક્સનો જથ્થો પણ હાથ કરવામાં આવ્યો હતો. આ પછી BSFનાં જવાનોએ તે 'કોપ્ટર'ની પુરી તપાસ પણ કરી લીધી હતી. તેમ કહેતા BSFનાં પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ડ્રોન દ્વારા નશાકારક પદાર્થો ભારતમાં ઘૂસાડી ભારતના યુવા-ધનને 'ખતમ' કરવાના હેતુથી જ પાકિસ્તાનમાંથી આવા વિમાનો વારંવાર મોકલવામાં આવે છે.
પરંતુ દરેક વખતે અમે તેના તે દુષ્ટ-પ્રયત્નો નિષ્ફળ બનાવીએ છીએ. આ વખતે અમારી મહિલા ટુકડીએ આવું એક વિમાન તોડી પાડયું હતું અને ભારતમાં નશાકારક પદાર્થો ઘૂસાડી, યુવાનોને તે કુછંદે ચઢાવી દેશના યૌવન-ધનને બરબાદ કરવાની પાકિસ્તાન તરફથી થઈ રહેલા લગભગ તમામ પ્રયાસો અમે નિષ્ફળ બનાવીએ છીએ અનેક વખત ભૂમિ-ઉપર પણ સરહદ ઓળંગી ભારતમાં નાર્કોટિક્સ ઘૂસાડવાના પ્રયાસો પણ અમે નિષ્ફળ બનાવ્યા છે. તેમ પણ BSFનાં પ્રવક્તાએ અમૃતસરમાં પત્રકારોને ઉક્ત ઘટના પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application