સુરતમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. બાળકોના માતા-પિતાની ચિંતા વધારતી વધુ એક ઘટના સામે આવી છે. ખજોદ વિસ્તારમાં એક સાથે ત્રણ શ્વાને 2 વર્ષની બાળકી પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યુ છે. જે પછી લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 2 વર્ષની બાળકીને શ્વાને ભર્યા 40થી વધુ બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે. સુરતમાં રખડતા શ્વાનના આંતકથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ શ્વાને બચકા ભર્યાની અનેક ઘટનાઓ સામે આવેલી છે.
ડાયમંડ બુર્સની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર પણ રહેતો હતો અને ત્યાં એકાએક જ બાળકી ઘર પાસે એકલી જ હતી. તે દરમિયાન ઘર પાસે ઉભેલી બાળકી ઉપર એકાએક જ 3 શ્વાનોને તેના ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને 40 કરતા વધુ બચકા ભરી લેવાતા માસુમ એક પ્રકારે પીખાઈ ગઈ હતી. 2 વર્ષની બાળકીને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરતમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. તેમ છતા પણ મહાનગરપાલિકા તંત્રની ઊંઘ જાણે ન ઉડતી હોય તેવુ લાગી રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application