Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનશે, આનંદ એલ. રાયએ ફિલ્મનું નિર્દેશન કર્યું

  • March 08, 2024 

અક્ષય કુમાર ટૂંક સમયમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’ લઈને આવી રહ્યો છે. આ ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન આનંદ એલ રાય દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ મહત્વાકાંક્ષી વિઝનને વાસ્તવિકતામાં ફેરવવાની સફર પર આધારિત છે. 40 મિનિટની આ ડોક્યુમેન્ટરી દેશને એકતાની ભાવના સાથે જોડે છે. તે અખંડ ભારતના સર્જક સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પે છે, જેમણે સ્વતંત્રતા પછી 562 ખંડિત રજવાડાઓના એકીકરણનું નેતૃત્વ કર્યું હતું. ડોક્યુમેન્ટ્રીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનનો પણ સમાવેશ થાય છે, જેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આ પ્રોજેક્ટની કલ્પના કરી હતી.


આ ડોક્યુમેન્ટરી સ્ક્રીન પર ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણના દરેક તબક્કાને દર્શાવે છે. 2013માં સરદાર પટેલના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની 182 મીટર ઊંચી પ્રતિમાની પૂર્ણાહુતિ માટે શિલાન્યાસ કર્યો હતો. ડોક્યુમેન્ટરી વિશે વાત કરતાં અક્ષય કુમાર કહે છે, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’નો ભાગ બનવું મારા માટે ખાસ અનુભવ રહ્યો છે. તે એકતાની મહાન ભાવનાને માન આપવા વિશે છે.


જે દરેક ભારતીયની અંદર હોય છે. એક્ટર આગળ કહે છે, ‘સરદાર પટેલનું વિઝન અને નેતૃત્વ આપણને એક રાષ્ટ્ર તરીકેની આપણી શક્તિની યાદ અપાવવાની પ્રેરણા આપે છે. મને આશા છે કે આ ડોક્યુમેન્ટરી આપણને આપણા સહિયારા વારસા અને એક સામાન્ય હેતુ માટે સાથે આવવાની શક્તિની યાદ અપાવશે. ડોક્યુમેન્ટ્રીમાં પીએમ મોદીની અનોખી પહેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તેમણે પ્રતિમા માટે લોખંડ ખરીદવાનું કહ્યું હતું અને આ પ્રતિમા બનાવવા માટે તેમણે ભારતના ખેડૂતો પાસેથી જૂના અને નકામા ખેતીના સાધનો માંગ્યા હતા. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ એકતાનું પ્રતિક’ 8 માર્ચે હિસ્ટ્રી ટીવી18 પર પ્રિમિયર થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application