માહિતી વિભાગ દ્વારા નર્મદા, નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીનાં સભાખંડમાં દર મહિને યોજાતો સ્વાગત કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનાં અધ્યક્ષ સ્થાને આજે તા.૨૨મી જૂન, ૨૦૨૩ને ગુરુવારનાં રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘જિલ્લા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. ૦૬ જેટલા અરજદારોએ જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને નિકાલની સુનાવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મુખ્ય જુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા, રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના સરળતતાથી લાભ મેળવવા સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળી હતી અને તેમના પ્રશ્નોનોનો ઝડપી નિકાલ આવે તે અંગે સંલગ્ન વિભાગના અધિકારીઓને સ્થળ પર તાકિત કરી જરૂરી સૂચનાઓ આપી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, નિવાસી અધિક કલેક્ટર, રાજપીપલા નગર પાલિકાનાં ચીફ ઓફિસર, સહિત સંબંધિત મામલતદારઓ, કર્મચારીઓ અને જિલ્લાના અરજદારઓ આ સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500