જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમાં ૧૫ અરજદારોની અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો નવસારી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૧૫ જેટલા અરજદારોએ જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય રજુઆતમાં જિલ્લાના નાગરિકો દ્વારા મુખ્યત્વે જમીન માપણી, અનઅધિકૃત બાંધકામ અને દબાણ દૂર કરવા સહિતના પ્રશ્નોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ અરજદારોની ફરિયાદો અને રજૂઆતોને શાંતિથી સાંભળ્યા હતાં. અને તેમના પ્રશ્નોનો ઝડપથી નિકાલ માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ કાર્યક્રમમાં મોટાભાગના પ્રશ્નોનો મહદ્અંશે હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application