દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત આજરોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી રાષ્ટ્રીય સ્તરના ગરીબ કલ્યાણ સંમેલનના માધ્યમથી સરકારશ્રી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે રાષ્ટ્ર વ્યાપી સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી ((PM-KISAN) યોજના હેઠળ ૧૦ કરોડથી વધુ ખેડૂતોને રૂ.૨૧ હજાર કરોડથી વધુના ૧૧માં હપ્તાની ચુકવનીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ તાપી જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં બાયસેગ તથા વંદે ગુજરાતના માધ્યમથી લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એ દેશની ધુરા સંભાળતા જ દેશ પ્રગતિના પંથ સર કરી રહ્યું છે. તેમણે સ્વચ્છ ભારત મિશન થકી દેશને સ્વચ્છ બનાવવા સૌને આહવાન કર્યું અને નાગરિકો એ આ પડકારને સહર્ષ ઝીલતા આજે દેશમાં ગંદકીનું પ્રમાણ નહિવત થયું છે. માતાઅને બહેનોને વ્યક્તિગત શૌચાલય દ્વારા ખુલ્લામાં શૌચ માટે જવામાંથી મુક્તી મળી છે. પ્રધાનમંત્રી વિમા યોજના હેઠળ ફકત ૧૨ રૂપિયામાં જીવન વિમા આપી નાગરિકોના પરિવારોને સુરક્ષિત કર્યા છે.
માનવીઓ સાથે અબોલા પશુઓ માટે પણ વર્તમાન સરકાર લાગણી ધરાવે છે. જેના પરિણામે પશુ મેળાઓ, પશુ હેલ્પલાઇન, પશુઓના આંખના મોતિયાનું ઓપરેશન જેવી નવી યોજનાઓ શરૂ કરી છે. વડાપ્રધાનશ્રી નાની-નાની બાબતોની ચિંતા કરી છે. જેના પરિણામે આજે તાપી જિલ્લામાં ૧૮.૮૫ કરોડ રૂપિયા જિલ્લાના ૯૪૨૭૮ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. મંત્રીએ સરપંચશ્રીઓને આહવાન કરતા જણાવ્યું હતું કે, ગામના દરેક વ્યક્તિને સરકારી યોજનાઓનો લાભ મળેએ સુનિશ્ચિત કરવાની જવાબદારી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે.
તેમણે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગામના રોડ-રસ્તા જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે-સાથે સરકારી યોજનાઓના લાભો અપાવી સેવા કાર્ય કરવા ખાસ અનુરોધ કર્યો હતો. અંતે તેમણે તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના કાળ દરમિયાન કરવામા આવેલ સુદ્રઢ કામગીરી અને જિલ્લાના બાળકોને કુપોષિત માંથી સુપોષિત કરવા દરેક અધિકારીએ બાળક દત્તક લઇ સમગ્ર જિલ્લાને સુપોષિત કરવાની નેમની સરાહના કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ ડબલ એન્જીનની સરકારે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવ્યું છે. આજે ગુજરાત કૃષિ, ઉદ્યોગ, વ્યવસાય દરેક ક્ષેત્રમાં આગળ ધપી રહ્યું છે. વર્તમાન સરકાર દ્વારા સામાન્ય જન માટે જન્મથી લઇ મૃત્યુ સુધીની અને મૃત્યુ બાદ તેના પરિવાર માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પ્રસ્થાપિત છે. તેમણે દરેક નાગરિકને પોતે પણ જાગૃત બની સરકારી યોજનાઓનો લાભ લેવા ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ સ્વાગત પ્રવચન આપતા જણાવ્યુ હતું કે, આજરોજ તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ વર્ષ ૨૦૨૨નો પ્રથમ હપ્તો કુલ-૯૪૨૭૮ ખેડૂત મિત્રોને રૂપિયા ૧૮.૮૫ કરોડ સીધા બેંકમાં જમા કરવામાં આવ્યા છે. આજનો કાર્યક્રમ એક મહાઅભિયાન રૂપે સૌ લાભાર્થીઓને સરકારી યોજના અંગે અવગત કરવાની સાથે બાકી રહેલા લાભાર્થીઓને યોજનામાં આવરી લેવાનો છે.
તેમણે તાપી જિલ્લામાં વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપતા ઉમેર્યુ હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩૩૦૦ આવાસો તૈયાર કરવામાં આવ્યા છે. નાગરિક પુરવઠા હેઠળ ઉજ્જવલા યોજનામાં ૬૭૯૬૩ ગેસ કનેકશન આપવામાં આવ્યા છે, તથા “વન નેશન વન રેશન” યોજના હેઠળ ૨૫૦૦ અન્ય રાજ્યોના લાભાર્થીઓને નિ:શુલ્ક અનાજ અને અન્ન કલ્યાણ યોજના હેઠળ કોરોના કાળમાં વ્યક્તિ દિઠ ૫ કીલો અનાજ આપવામાં આવ્યુ છે.
તેમણે સરકારશ્રીનો હેતું ૧૦૦ ટકા લાભાર્થીઓને સરકારી યોજનામાં આવરી લેવાનો છે એમ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્ર સરકારશ્રીની મુખ્ય ૧૩ યોજનાઓના લાભાર્થીઓ સાથે મંત્રીએ યોજનાના લાભો અંગે તેઓના વિચારો જાણી સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી રાષ્ટ્રીય સ્તરના ‛ગરીબ કલ્યાણ સંમેલન’ કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024