મોદી સરકાર દ્વારા લોકશાહી નું હનન થઈ રહ્યું તથા સરકારે ખેડુત વિરોધી કાયદો ઘડી ખેડુતો ને પાયમાલ કરવાની નીતિ ઘડી જેના વિરુદ્ધ તથા કોરોના માં સ્કૂલ ફી માફી ની માંગ સાથે ગાંધી જયંતિ ના દિવસે નર્મદા કૉંગ્રેસ દ્વારા રાજપીપળા ગાંધી ચોક ખાતે એક ધરણા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં ગાંધીજી ની પ્રતિમા ને હાર ચડાવી તેમને જીવન વિશે ની માહિતી આપી ધરણા કરવામાં આવ્યા. નર્મદા કૉંગ્રેસ કાર્યકારી પ્રમુખ નિકુંજભાઈ પટેલ ,નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ જેન્તીભાઈ વસાવા, માઈનોરિટી સેલ પ્રમુખ ઈમ્તિયાઝ કાદરી ,મહિલા કૉંગ્રેસ અગ્રણી સુમિત્રાબેન રાઉલજી,ચંદ્રિકાબેન વસાવા,તથા યુથ કૉંગ્રેસ નર્મદા પ્રમુખ વાસુદેવ વસાવા તથા નાંદોદ વિધાનસભા પ્રમુખ અજયભાઈ વસાવા,તથા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર,જય પંચાલ, અમિતભાઈ માલી સહિતના કૉંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતાં.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500