મહારાષ્ટ્રનાં પંઢરપુરમાં આવેલ વિઠ્ઠલ-રુક્મણીનું મંદિરએ અસંખ્ય ભાવિકોનું શ્રદ્ધાસ્થાન મનાય છે. તે દેશના મહત્ત્વના તીર્થ સ્થાનોમાંનું એક મનાય છે. આથી અહીં પણ શિર્ડી, તિરુપતિની જેમ દાનનો ધોધ સતત વહેતો હોય છે. તાજેતરમાં જ પંઢરપુર મંદિરમાં એક ભાવિકે 11 લાખની કિંમતનો 19 તોલા સોનાનો ચંદનહાર વિઠ્ઠલ માઉલીને અર્પણ કર્યો છે. કારતકી એકાદશી નજીક આવી રહી છે. ત્યારે પંઢરપુર તરફ ભક્તોનો ધોધ ઉમટયો છે. ચંદ્રભાગામાં સ્નાન કરવા આવેલા ભાવિકો મોટી માત્રામાં મંદિરની દાનપેટીમાં રોકડ તેમજ સોના-ચાંદીની ભેટ ધરી રહ્યાં છે.
ત્યારે કલ્યાણનાં વંદના નામક એક શ્રદ્ધાળુએ 11 લાખની કિંમતનો 19 તોલા વજનના સોનાનો ચંદનહાર વિઠુરાયના ચરણે અર્પણ કર્યો છે. કારતકી એકાદશી નિમિત્તે પંઢરપુરમાં ભાવિકોની ભીડને ધ્યાનમાં લઈ પ્રશાસન સજ્જ થયું છે અને પોલીસ બંદોબસ્ત પણ મોટે પાયે વધારવામાં આવ્યો છે. દરમ્યાન, તિરુપતિ બાલાજીના મંદિર પ્રમાણે જ પંઢરપુરનો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવવાનો હોવાનું આ પહેલાં જ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application