આહવા ખાતે જનરલ હોસ્પિટલ, ડિઝાસ્ટર વિભાગ, અને પોલીસ વિભાગના સહયોગથી ફાયર મોકડ્રીલ અને રેસ્ક્યુ ઑપરેશનનો ડેમો યોજવામાં આવ્યો હતો. દરમિયાન જનરલ હોસ્પિટલ ખાતે ફાયર મેન તરીકે ફરજ બજાવતા દ્વારા આગના કિસ્સામાં આગના પ્રકારને ઓળખી તેને ફાયર એક્ષ્ટીંગ્યુશર દ્વારા બુઝાવવાની ટેક્નીક વિષે સમજ આપવામાં આવી હતી.
તેમજ આપાતકાલીન સમયે રેસ્ક્યુ દરમિયાન વિવિધ દોરડાના ઉપયોગ વડે વિવિધ ક્નૉટ (ગાંઠ), મલ્ટીપર્પઝ ક્નૉટ, ચેન ક્નૉટ, ડ્રૉ હીંચ ક્નૉટ, મેન લૉક હીંચ ક્નૉટ, ચેર ક્નૉટ, ફીગર ઑફ એઈટ ક્નૉટનો ઉપયોગ કરી કઈ રીતે ભાનમાં લાવી બેભાન થયેલ વ્યક્ત્તિનો બચાવ કરી શકાય તેની સમજ આપવામાં આવી. આ માટે તેમના દ્વારા વિવિધ ક્નૉટ કઈ રીતે બનાવવી અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેનો પ્રેક્ટિકલ ડેમો બતાવવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500