Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાક કબ્જામાંથી બોટો અને માછીમારોની મુકત કરાવવા માટે માંગ કરાઈ, કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત

  • November 14, 2022 

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ ગઇકાલે પોરબંદરની એક બોટ અને છ માછીમારના અપહરણ કર્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારને ઉગ્ર રજૂઆત કરીને પાક કબ્જામાંથી બોટો અને માછીમારોની મુકત કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.



પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી રામદેવભાઈ મોઢવાડિયા, હીરાલાલભાઈ શિયાળ,મનીષભાઈ લોઢારી,વિરેન્દ્રભાઈ શિયાળ,શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ હેરી કોટિયા સહિત માછીમાર આગેવાનોએ કેન્દ્ર સરકારની નબળી નીતિની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને જણાવ્યું છે કે,પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા પોરબંદરની એક બોટ અને છ માછીમારોને ઉઠાવી જવાતા હવે પાકિસ્તાનમાં ૧૧૮૯ ફીશીંગ બોટો અને ૬૩૭ માછીમારો છે જેને વહેલી તકે મુકત કરાવવા જોઈએ.એક બાજુ કોરોનાને લીધે માછીમારી ઉદ્યોગમાં ભારે મંદીનું મોજું જોવા મળી રહ્યું હતું અને માંડ તેનો ભય ગયો છે ત્યાં તો બીજી બાજુ રિયાઈ પટ્ટી ઉપર આડેધડ ઉદ્યોગો ખડકાઇ ગયા હોવાથી દરિયાઈ પ્રદુષણમાં વધારો થતા માછીમારોનાટ્રીપના ટ્વિસો લંબાઈ ગયા છે તેમ છતાં પુરતા પ્રમાણમાં માછલા મળતા નથી.



તો ત્રીજી બાજુ પાકિસ્તાનના નાપાક ચાંચીયાઓની હરકતવધી રહી છે.અને આંતરરાષ્ટ્રીય રિયાઈ જળ સીમા નજીકથી મોટી માત્રામાં બોટો અને માછીમારોના અપહરણ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના કબ્જામાં હાલમાં ૧૧૮૯ બોટ છે જેમાંની મોટાભાગની ફિશિંગ બોટો ભંગાર હાલતમાં ફેરવાઇ રહી છે તેની કિમત અબજો રૂપિયામાં ગણવામાં આવે છે.દેશની અમુલ્ય સંપતિ એવી આ બોટો મુક્ત નહી થતા માછીમારી ઉદ્યોગને ખુબ મોટું નુકશાન થઇ રહ્યું છે.



તો બીજી બાજુ પાકિસ્તાનની જેલમાં ૬૩૭ માછીમારો સબડી રહ્યા છે તેને મુકત કરાવવા માટે પણ કેન્દ્રસરકાર ગંભીર બની નથી.મહત્વની બાબત એ છે કે પાકિસ્તાનના કબ્જામાં રહેલી ૧૧૮૯ ફિશિંગ બોટોમાંથી અંદાજે ૮૦૦ જેટલી બોટ અમારા પોરબંદરના બોટ માલિકોની છે.રાજ્ય અને કેન્દ્ર સરકારને વર્ષે કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતો પોરબંદર માછીમારી ઉદ્યોગ હંમેશા તંત્રની ઉદાસીનતાનો ભોગ બનતો આવ્યો છે પોરબંદરના માછીમારી ઉદ્યોગને પાયાની સુવિધાઓ આપવામાં પણ જવાબદાર તંત્ર ઉણું ઉતર્યું છે અને બોટ અને માછીમારોની મુકિત માટે પણ ગંભીર નથી. તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસના આગેવાનોએ તે અંગે સરકારને રજૂઆત કરીને માછીમારોના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ કરવા અને તેઓને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે. આમ કોંગ્રેસના આગેવાનોએ ઉપરોક્ત મુજબની વિવિધ રજૂઆતો કરીને માછીમારોના પાક. કબ્જા હેઠળ બોટ અને માછીમારોની મુકિત જેવા મહત્વના પ્રશ્નોનું સમયસર નિરાકરણ કરવામાં આવે તે પ્રકારની રજૂઆત કેન્દ્ર સરકારને થઇ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application