Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામદારોની માહિતી જિલ્લા વહીવટી તંત્રને પૂરી પાડવાની રહેશે,તાપી જિલ્લામાં શ્રમિકોની સલામતી સંદર્ભે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ

  • October 05, 2020 

તાપી જિલ્લામાં કલેક્ટર આર.જે.હાલાણીએ સમગ્ર તાપી જિલ્લામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ અન્વયે તાપી જિલ્લાના તમામ રોજગારી/નોકરી પુરી પાડતા ઉદ્યોગો, ફેકટરી, વ્યાપારી/વાણિજય સંસ્થા/દુકાનો, કોન્ટ્રાકટરો માટે શ્રમિકોની સલામતી સંદર્ભે જાહેરનામુ બહાર પાડી નીચે મુજબના સૂચનો, પ્રતિબંધો અને માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. જે મુજબ

 

૧. ફેક્ટરી/દુકાન/સંસ્થાનના બધા પરત ફરતા કામદારોને COVIDના લક્ષણો માટે તપાસણી કરાવવાની ૨હેશે. કામદા૨ના કોવિડ-19 ના પરિક્ષણ કરાવવા માટેનો ખર્ચ નોકરીદાતાએ ભોગવવાનો ૨હેશે.

 

૨.  જો કોઈ કામદા૨માં કોવિડ-19ના લક્ષણો જણાય તો તેને Quarantine કરી Health Screening કરાવી Antigen Test કરાવવાના રહેશે તથા તે અંગે નિયમ મુજબ રેકર્ડ રાખવાનો રહેશે.

 

૩. કામ પર પરત ફરતા કામદારોની માહિતી જિલ્લા વહીવટી તંત્રને પૂરી પાડવાની રહેશે. જિલ્લા વહીવટી તંત્રએ આનુષંગિક કાર્યવાહી કરવાની રહેશે.

 

૪. નોકરીદાતાએ ખાતરી કરવાની રહેશે કે તમામ કામદારોએ તેઓના મોબાઈલ ઉપકરણો પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરેલી છે.

 

૫. ફેક્ટરી/સંસ્થાના વિસ્તારમાં વિવિધ સ્થળોએ પૂરતા પ્રમાણમાં સેનિટાઈઝ૨ અને સાબુની વ્યવસ્થા કરવાની રહેશે.

 

૬. જો કોઈ ફેક્ટરી/સંસ્થાન બહુવિધ પાળીમાં કામ કરે છે તો કામદારોને દરેક પાળી પહેલા નીચે મુજબ સ્ક્રીનીંગ કરી તેનો રેકોર્ડ રાખવાનો રહેશે.

       

દરેક ઉદ્યોગ/સંસ્થા/માલિકે બહારથી કામ પર પરત ફરતા કામદારનો એન્ટીબોડી ટેસ્ટ કરાવવાનો રહેશે. આ ટેસ્ટ કરાવવાની જરૂરી વ્યવસ્થા માલિકે પોતાના ખર્ચે કરવાની રહેશે. દરેક કામદારનું તાપમાન થર્મલ સ્ક્રીનીંગ ગન મારફતે ICMRની ગાઈડ લાઈન  મુજબ દિવસમાં બે વાર (દિવસની શરૂઆત અને અંતમાં) માપવાનું રહેશે. ફેકટરીના દરેક કામદારનું ઓકસીજન લેવલ પલ્સ ઓકસીમીટર મારફતે તપાસવાનું રહેશે અને  કાઈપણ કામદારનું ઓકસીજન લેવલ(SP02 saturation) ૯૪ થી નીચે ન હોય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જે કામદારનું ઓકસીજન લેવલ (SP02 saturation) ૯૪ થી નીચે હોય તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,  કોવિડ કેર સેન્ટર, સિવીલ હોસ્પિટલ, વ્યારા ખાતે તપાસ અર્થે અચૂક મોકલવાના રહેશે. 

 

એન્ટીબોડીની હાજરી ધરાવતા અને શરીરનું તાપમાન(તાવ) વધારે હોય, ઓકસીજન સેચ્યુરેશન નિયત મર્યાદામાં હોય તેવા કામદા૨ ફરજ પર જોડાય શકશે પરંતુ જે કામદારોમાં એન્ટીબોડીની હાજરી ન હોય તેઓની તપાસ એન્ટીજન ટેસ્ટ મારફતે કરવાની રહેશે અથવા સાત દિવસ માટે Quarantine થવાનું રહેશે. ટેસ્ટ અને Quarantine સેન્ટર ઉભા કરવા/નિભાવવાની જરૂરી વ્યવસ્થા માલિકે તેઓના ખર્ચે કરવાની રહેશે.  જે કામદારોમાં કોઇ લક્ષણો (ARI symptoms) ઉકત Quarantine સમયગાળા દરમ્યાન જણાય/ઉદ્દભવે નહી તેઓ નિશ્ચિત Quarantine સમયગાળો પૂર્ણ કર્યા બાદ ફરજ ઉપર  જોડાઈ શકશે. જે કામદારોમાં કોઈ લક્ષણો આ સમયગાળા દરમ્યાન જણાય/ઉદ્દભવે તો તેઓનો એન્ટીજન ટેસ્ટ કરવાનો રહેશે ટેસ્ટ કરવાની જરૂરી વ્યવસ્થા માલિકે તેઓના ખર્ચે કરવાની  રહેશે. 

 

એન્ટીજન ટેસ્ટમાં જે કામદાર પોઝીટીવ ન આવે પણ લક્ષણો ધરાવતા હોય તો તેઓનો RT-PCR ટેસ્ટ કરવાનો રહેશે જો આ ટેસ્ટ પોઝીટવ ન આવે તો તેઓને ફરજ પર જોડવાની મંજુરી આપી શકાશે. જો RT-PCR ટેસ્ટ પોઝીટીવ આવે તેઓને તાત્કાલિક અન્ય કામદારોથી આઇસોલેટ કરીને સરકારી તબીબી હેલ્પ લાઈન-૧૦૪ મારફતે સારવાર અર્થે મોકલવાના રહેશે. ફેક્ટરી/સંસ્થાનના નોટિસ બોર્ડ પ૨ કોવિડ-19ના સંક્રમણને અટકાવવા માટે રાખવાની તકેદારી અંગેની જરૂરી માહિતી, હેલ્પલાઈન નંબ૨ વિગેરે પ્રદર્શિત કરવાની રહેશે. નોકરીદાતાએ ફેક્ટરી/સંસ્થાન પરિસરમાં તમામ માટે માસ્ક પહેરવાનું ફજયાત કરવાનું ૨હેશે તથા દરેક કામદાર દ્વારા માસ્ક પહેરવામાં આવે તે અંગેની તકેદારી રાખવાની ૨હેશે. જે ફેક્ટરી/સંસ્થાનમાં કેન્ટીન આવેલ હોય ત્યાં કેન્ટિન સ્ટાફના સ્ક્રીનીંગ અંગે ખાસ ધ્યાન આપવાનું ૨હેશે. જો કોઈ કામદાર કોવિડ-19થી સંક્રમિત થાય તો તે અંગે જિલ્લા વહીવટી તંત્રને જાણ ક૨વાની જવાબદારી તેમના નોકરીદાતાની ૨હેશે.આ માર્ગદર્શિકા અસંગઠિત કર્મચારીઓ અને રહેણાંક મંડળની સમિતિઓને પણ લાગુ પડશે. 

 

 

ઉક્ત સુચના/માર્ગદર્શનનું ચુસ્તપણે પાલન થાય તે માટે (૧) સરકારી શ્રમ અઘિકારીશ્રી, ઉદ્યોગ, તાપી-વ્યારા (૨) જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાપી અને (૩) ફેકટરી ઇન્સ્પેકટરશ્રી, ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, તાપીનાઓએ તાપી જિલ્લામાં આવેલ તમામ તથા સંબઘિત મામલતદારશ્રી/ચીફ ઓફિસરશ્રીએ તેઓનાં કાર્યક્ષેત્રમાં આવેલ તમામ ફેકટરી/સંસ્થાનના માલિક/સંચાલકો પાસેથી દરરોજ પરત ફરતા કામદારોની સંખ્યા અને તેઓની તબીબી તપાસણી થયેલ હોવાની ચકાસણી કરીને, સુનિશ્ચિત કરવાનું રહેશે. દરરોજની માહિતી/સમરીને તમામ ફેકટરી/સંસ્થાનના માલિક/સંચાલકો પાસેથી મેળવી રેકર્ડ નિભાવવાનો ૨હેશે. (૧) સરકારી શ્રમ અઘિકારીશ્રી, ઉદ્યોગ, તાપી-વ્યારા (૨) જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાપી અને (૩) ફેકટરી ઇન્સ્પેકટરશ્રી, ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, તાપી તથા સંબઘિત મામલતદારશ્રી/ચીફ ઓફિસરશ્રીએ કોઈપણ સમયે અગાઉથી જાણ કર્યા સિવાય તેઓના કાર્યક્ષેત્રમા આવતા કોઈ પણ ફેકટરી/સંસ્થાનની આકસ્મિક તપાસ કરીને આ માર્ગદર્શિકાનું પાલન થાય છે કે નહી તેની ચકાસણી કરવાની રહેશે. જો કોઈ અનિયમિતતા જણાઈ આવે તો તેવી ફેકટરી/સંસ્થાન સામે સખત પગલાં ભરીને રૂા.૧૦,૦૦૦/- થી રૂા.૫,૦૦,૦૦૦/ સુધીનો દંડ વસુલવાની કાર્યવાહી કરવાની રહેશે. 

 

 

આ કામગીરી માટે તાપી જિલ્લામાં સરકારી શ્રમ અઘિકારીશ્રી, ઉદ્યોગ, તાપી-વ્યારાનાઓની નોડલ અઘિકારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. નોડલ અઘિકારીશ્રી ઘ્વારા ઉકત માહિતી તમામ ફેકટરી/સંસ્થાનના માલિકો/સંચાલકો તથા સબંધિત અધિકારીશ્રીઓ પાસેથી મેળવી તે અંગેનો રેકર્ડ નિભાવવાનું રહેશે તથા સંબઘિત મામલતદારશ્રી/ચીફ ઓફિસરશ્રી તથા જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, તાપી અને ફેકટરી ઇન્સ્પેકટરશ્રી, ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, તાપીના સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે તથા થયેલ કામગીરીનો વખતો-વખતનો અહેવાલ રજુ કરવાનો રહેશે. 

 

 

આ હુકમની અમલવારી તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૦/૨૦૨૦ સુધી કરવાની રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવતી તમામ સુચનાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે. જો કોઇ નોકરીદાતા આ જાહેરનામાના કોઇ૫ણ ખંડનો ભંગ કરતા કે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા માલુમ પડશે, તો નોકરીદાતા વિરૂધ સક્ષમ અધિકારી દ્વારા આઈ.પી.સી.ની કલમ-૧૮૮ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તથા સંબંધિત સરકારી અધિકારીશ્રીઓ દ્વારા ફેક્ટરી/સંસ્થાન બંધ કરવામાં આવશે. 

 

 

આ જાહેરનામાના ભંગ કરનાર ઇસમો વિરૂઘ્ઘ ફરીયાદ દાખલ કરવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અઘિકારીશ્રીઓને અઘિકૃત કરવામાં આવે છે. શ્રમ અધિકારી ઉદ્યોગને ૫ણ આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત વિરૂઘ્ઘ ફરીયાદ દાખલ કરવા અઘિકૃત કરવામાં આવે છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application