Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લક્કડકોટ માર્ગ પર નશાની હાલતમાં બાઈક હંકારતા ઇસમ સામે ગુનો નોંધાયો

  • September 24, 2020 

સોનગઢના લક્કડકોટ માર્ગ પરથી હનુમાનજીના મંદિર પાસેથી લાજરસભાઈ પુંજારિયાભાઈ કોકણી હાલ રહે, વગદા ગામ, નવી વસાહત-સોનગઢ મૂળ રહે, આંબા ગામ,નિશાળ તા.સોનગઢ નો પોતાની કબજાની હીરો કંપની સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર જીજે/26/એમ/9684 ઉપર વગર પાસ પરમીટે કોઈ દારૂ જેવા કેફી પીણા નો નશો કરી લોકોની જિંદગી જોખમાય તે રીતે બાઈક વાંકી ચુકી હંકારી લાવી તથા તપાસ દરમિયાન ડ્રાયવિંગ લાયસન્સ તથા આરટીઓને લગતા જરૂરી કાગળો સાથે નહી રાખી પકડાઈ ગયો હતો.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ ધુલાભાઈ ની ફરિયાદ ના આધારે લાજરસ કોકણી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application